નિર્ણય:ડેહલીની દમણ ગંગા સુગર ફેક્ટરીની જમીન GIDC પરત લેવાની હિલચાલ સામે રોષ

ભીલાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન અને ડિરેક્ટરોની મીટીંગમાં ઉચ્ચસ્તરે રજુઆત કરવાનો નિર્ણય

ઉમરગામનાં ડહેલી ખાતે સુગર ફેક્ટરીની જમીન ઉપર જીઆઈડીસી દ્વારા કબજો કરવાની હિલચાલને લઈ શુક્રવારે સુગર ફેક્ટરીના ચેરમેન અને ડિરેક્ટરોની બેઠક મળી હતી.જેમાં ડિરેક્ટરોએ ભારે નારાજગી સાથે સરકારમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા દિશામાં સૂચન કર્યું હતું.

ભીલાડ નજીક ડેહલી ખાતે આરટીઓ કચેરીના મકાન નજીક હાઈવેને અડીને આશરે 100 એકરથી વધુ જમીન વર્ષો અગાઉ સરકારે દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. (ડેહલી) ને 99વર્ષ નાં પટ્ટા પર ફાળવણી હતી.જે જમીન પર 25 વર્ષ બાદ પણ સુગર ફેકટરી કાર્યરત થઇ નથી.સુગર ફેકટરી શરૂ કરવા માટે 19 હજારથી વધુ સભાસદો નોંધાયેલા છે.જેમને અંદાજિત રૂ 10 કરોડનાં શેરની ફાળવણી કરવામાં આવી હતી.પરંતુ વધુ નાણાંકીય ભંડોળ ઉભુ ન થતા સગવડના અભાવે વર્ષ 2022 સુધી પણ આ ફેક્ટરી શરૂ થઈ શકી નથી.

આવા સંજોગામાં દમણ ગંગા સહકારી ખાંડ ઉઘોગ મંડળીની આ જમીન જીઆઇડીસી દ્વારા હસ્તાંતરણ કરવાની હિલચાલને લઇ શનિવારે દમણગંગા સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન,અને ડિરેક્ટરોની બેઠક મળી હતી જેમાં જમીન જીઆઇડીસી નિગમ લઈ લેવા માંગતુ હોય વિરોધ વ્યક્ત કરી સુગર ફેકટરી ની જગ્યા ચર્ચા વિચારણા કરા હતી.

સહકરાી મંડળીના ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે. તેમને કોઈ જાતની નોટિસ આપી નથી,નોટીશ આપ્યા વગર જમીન લઈ શકાય નહીં.આગામી દિવસોમાં દમણગંગા સહકારી ખાંડ અને ઉદ્યોગ મંડળી લિમિટેડના ચેરમેન હર્ષદ કટારીયા,વાઇસ ચેરમેન વસંત શાહ, ડિરેક્ટરો રમણ પાટકર (ઉમરગામ ધારાસભ્ય), રસિક રાવલ બેઠકમાં ઉપસ્થીત રહી મુખ્યમંત્રી, મંત્રી અને અધિકારીઓને મળીને આ અંગે રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...