તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નગવાસમાં મશરૂમ શોધવા જતા વીજ કરંટથી યુવકનું મોત

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિનો મૃતદેહ જોઇ પત્ની બેભાન થઇ

નગવાસના પ્રથમ પાડા ખાતે બુધવારની બપોરે યુવાન ઘાસચારો લેવા અને મશરૂમ શોધવા નીકળેલા યુવાનને ખેતરમાં વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

નગવાસ પ્રથમ પાડા ખાતે રહેતા 34 વર્ષીય યુવાન સંજયભાઈ ભીખુભાઇ અંધેર પત્ની શુકરીબેનને કહી ઘાસચારો અને મશરૂમ શોધવા જવું છું, કહીને ઘરેથી નીકળ્યો હતો. જે મોડે સુધી પરત ન ફરતા યુવાનની પત્ની શુકરી તથા તેની પુત્રી સંજયને શોધવ નીકળી હતી. પ્રથમ પાડા ખાતે પ્રવીણસિંહની વાડીમાં યુવાન વીજળીનો તાર નીચે પડ્યો હતો. પતિને નીચે પડેલો જોઇ પત્ની શુકરી જમીન પર બેભાન થઈ તૂટી પડી હતી. માતા પિતાની હાલત જોઈ પુત્રી ઘરે દોડી જઇ હકીકત જણાવતા ગામલોકો દોડી આવ્યા હતા. વીજળીના તાર પર વાસની લાકડી તથા વાસનો અડધો ટુકડો નીચે રહેતા વીજ કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...