અક્સમાત:ભીલાડમાં ફૂલ લઈ ફરતી મહિલાનું કાર અડફટે મોત

ભીલાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સુરત સિવિલમાં ખસેડાય હતી

ભીલાડમાં મંદિર સામે 7 નવેમ્બરે બપોરે 1.15 કલાકે પૂજા માટે સફેદ ફૂલ લઈ જતી મહિલાને કાર ચાલકે અડફટે લેતા ગંભીર ઈજા પહોચી હતી.જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.અક્સમાત બાદ કાર ચાલક ભાગી ગયો હતો. દહાણુ ખાતે રહેતી મહિલા સવિતાબેન મેડા 7 નવેમ્બરે પૂજા માટે ભીલાડ કમળનાં સફેદ ફૂલ લેવા માટે આવી હતી.ફૂલ લઈને પરત ફરતા રોંગ સાઈટ પરથી આવેલી કારનાં ચાલકે મહિલાને અડફટે લેતા માંથા તથા શરીરે ગંભીર ઈજા પહોચી હતી.જેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં મહિલાનું 8 નવેમ્બરે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

બનાવ અંગે મુતુકનાં પુત્ર રાજેશ લકમાં ભાઈ મેડા (રે,મહાલક્ષ્મી,દહાણુ,મહારાષ્ટ્ર) એ સુરત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ભીલાડ પોલીસે ફરિયાદનાં આધારે અકસ્તમાત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધ ખોળ શરૂ કરી છે. અકસ્માત કર્યા બાદ ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે ચાલકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...