કાર્યવાહી:તલવાડાથી રબરની આડમાં દારૂ ભરી જતો ટેમ્પો ઝડપાયો

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ નજીક તલવાડા ને.હા.48 પર 10મી સપ્ટેમ્બરનાં રોજ સાંજે 7 કલાકે સેલવાસથી તલાસરી થઈ વાપી તરફ જતો ટેમ્પો MH.05.EL.2430 માંથી રબર સ્કેપની યાડમાં ભરી લઈ જવાતો 3540 બોટલ કિંમત રૂ.634800 નો દારુ ભીલાડ પોલીસે ઝડપી પાડયો હતો. ટેમ્પો,રબર સ્ક્રેપ, મોબાઈલ મળી કુલ્લે રૂ.1723800નાં મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીલાડ પોલીસ 10મી સપ્ટેમ્બરનાં રોજ પ્રોહિબિશનનાં ગુના શોધવા પેટ્રોલિંગમાં હતા. જે સમયે બાતમી મળતા ભીલાડ આરટીઓ કચેરી પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળો ટેમ્પો MH.05.EL.2430 આવતા તેની લાકડીનાં ઇશારે વડે રોકી સાઈડ પર કર્યો હતો. ટેમ્પા પર લગાવેલ તાડપત્રી હટાવી તલાસી લેતાં રબર સ્કેપ ભરેલ પ્લાસ્ટિકની ગુણીનાં નીચે પૂઠ્ઠા 126 બોક્સ જેમાં બિયરનો બોટલ અને ટીન નંગ 3540 મળી કુલ્લે રૂ.634800નો દારુ ઝડપી પાડયો હતો. ટેમ્પા ચાલક હિલાલ ઉર્ફે અનિલ ગોકુળ બાંહમનેની અટક કરી હતી.

ટેમ્પાની કિંમત રૂ.10 લાખ, રબર સ્કેપની 150 ગુણી કિંમત રૂ.84000, એક મોબાઈલ કિંમત રૂ.5000 મળી કુલ્લે રૂ.1723800નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. જિલ્લા પોલીસ દ્વારા સંઘપ્રદેશના પ્રવેશ દ્વાર પર નાકાબંધી અને વાહન ચેકિંગ કરતી હોવા છતાં બુટલેગરો સેલવાસ અને દમણથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...