ખાતમુહુર્ત:નાહૂલી ગ્રામજનો માટે 25 લાખનાં ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર બનશે

ભીલાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન હસ્તે ખાતમુહુર્ત કરાયું

ઉમરગામના નાહુલી ગામે દમણ જતા સ્ટેટ હાઇવે પર પ્રા. શાળા પાસે પેટા આરોગ્ય કેન્દ્રનાં મકાન માટે જગ્યા તથા 25 લાખની ફાળવણી કરાઇ હતી. બુધવારે જિ.પં. બાંધકામ સમિતિ ચેરમેન મુકેશ પટેલ નાં હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. નાહુલી પંચાયત વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા નાહુલી સાથે એકલેરા,મોહન ગામ, જંબુરી,પુનાટ સહિતનાં ગામોનાં દર્દીઓને 24 કલાક મળી રહશે. નાના બાળકોને રસી તથા મહિલાઓને સરકાર દ્વારા અપાતી આરોગ્યને લગતી તમામ સુવિધા મળી રહશે.પેટા આરોગ્ય કેન્દ્રનાં ખાતમુહુર્ત પ્રસંગે તાલુકાનાં આરોગ્ય અધિકારી ડૉ.રૂપેશ ગોહિલ, સરપંચ વિજય ધોડી, આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ, ગામના અગ્રણીઓ, આંગણવાડીની બહેનો,આશા વર્કર બહેનો,ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...