તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:તલવાડા ને.હા.48 ક્રોસીંગ પર અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિના જીવ બચાવવા ઉકેલ જરૂરી

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મલાવ ફાટકને પહોળો કર્યા બાદ વાહનોની સંખ્યા- ગતિ વધી

ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ નજીક તલવાડા ને.હા.48ના ક્રોસિંગ પર સમયાંતરે વાહન અકસ્માત થઈ રહ્યા છે. જેમાં નિર્દોષ વ્યક્તિના મોત થઈ રહ્યા છે. અકસ્માત ઝોન તરીકે ઉભરી રહેલા હાઇવે ક્રોસિંગનો ઉકેલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.ઉમરગામ તાલુકાના તલવાડા ને.હા.48 ક્રોસિંગ પર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. મલાવ રેલવે ફાટક માર્ગને પોહળો કરી નવીનીકરણ કર્યા બાદ વાહનોની અવરજવરની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેની સાથો સાથ અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે.

વાપી હાઇવે તરફથી આવતા વહાનો મલાવ રેલવે ફાટક તરફ વળતા મુંબઇ તરફથી વીજળી ગતિએ વાપી તરફ આગળ વધી રહેલા વાહનો વચ્ચે ભીષણ અકસ્માતો થઈ રહ્યા છે. જ્યારે ઝરોલી કે આજુબાજુના સ્કૂટર સવારો ભીલાડ હાઇવે તરફ આવવા હાઇવે ક્રોસિંગ કરતી વેળા અકસ્માત સર્જી રહ્યા છે. જેમાં નિર્દોષ વ્યક્તિના મોત નિપજી રહ્યા છે. અકસ્માત સાથે વાહનો પલ્ટી મારી અકસ્માત કે ટેન્કરોમાં આગ લાગવાની ઘટના પણ બની ચુકી છે.

તલવાડા ને.હા.48 ક્રોસિંગ પર વાહનોની સ્પ્રીંડ ધીમી કરવા યોગ્ય વિકલ્પ જરૂરી બને છે. બન્ને તરફના હાઇવે પર વાહનોની સ્પ્રીંડ ધીમી કરવામાં આવે તો અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે. સ્થાનિકો દ્વારા અકસ્માત ઝોન તરીકે ઉભરી રહેલા ક્રોસિંગ પર ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે. તલવાડા ક્રોસિંગ પર નિર્દોષ વ્યક્તિના જતા જીવ બચાવવા હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ ઉપાય લાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો