સરીગામ ખાતે એક નેપાળી પરિવાર ભાડાની રૂમમાં રહી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા હતો જે પરિવારના 19 વર્ષીય પુત્રને તાવ સાથે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ ભીલાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યાં તબીબે સારવાર આપી વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.
આ અંગેની જાણ સરીગામનાં ઉદ્યોગપતિ કમ સામાજિક કાર્યકર જયંતીભાઈ દામાને તથા તેમની પત્ની સાથે દોડી આવ્યા હતા અને નેપાણી યુવકની હાલત વધુ ગંભીર જણાતા તાત્કાલિક ભીલાડ નજીક ડહેલીની શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરાવતા સર્જન ડૉ.રાજેશ શ્રીવાસ્તવે નેપાલી યુવકને તપાસતા આંતરડામાં છિદ્ર હોવાનું માલુમ પડયું હતું. આ અંગે જયંતીભાઈ દામા અને દર્દીનાં પરિવારને જાણ કરી હતી.દર્દીનું તાત્કાલિક ઓપરેશન ન કરવામાં આવે તો જીવ ને જોખમ હતું.
નેપાળી પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય જયંતીભાઈ દામા અને તેમની પત્નીએ જવાબદારી સ્વીકારી તાત્કાલિક ઓપરેશનની મંજૂરી આપી હતી. ડૉ.રાજેશ શ્રીવાસ્તવે લેપ્રોસ્કોપિકથી દર્દીનું સફળ ઓપરેશન કર્યું હતું. સામાજિક કાર્યકર જયંતીભાઈ દામાની સેવાકીય ભાવનાથી ગરીબ નેપાળી પરિવારનો જીવન દીપ ઝબક્તો બચ્યો હતો અને તેને નવજીવન મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.