નિર્ણય:ભીલાડ રેલવે નાળામાં ટ્રાફિકજામ નિવારવા સિંગ્નલ મુકવામાં આવશે

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે ગરનાળામાં ભીલાડ હાઇવેથી સરીગામ ઔધોગિક વસાહત, ઉમરગામ ઔધોગિક વસાહત, ઉમરગામ તાલુકાના ગામોમાં આવેલા એકમો, શાળા કોલેજો, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ મથક તથા ઉમરગામ તાલુકાના ગામોના નાના વાહન ચાલકો જવા આવવા ભીલાડ રેલવે ગરનાળાનો ઉપયોગ કરે છે. જેના લીધે રેલવે ગરનાળા પર એક કિમિ સુધીની વાહનોની કતાર લાગી જતી હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને કન્ટ્રોલમાં રાખે છે.

ટ્રાફિક પોલીસની અન ઉપસ્થિત વચ્ચે બન્ને બાજુના વાહન ચાલકો ગરનાળામાં ઘુસી જતા કલાકો સુધી ટ્રાફિકજામ પરિસ્થિતિ બને છે. કેટલાક માથાં ભારે સ્થાનિક શખ્સો રોંગ સાઇટ પર પોતાના વાહનો લાવી ચાલું લાઇન થંભાવીને પોતાના વાહન પસાર કરીને નીકળી જતા ટ્રાફિકજામની પરિસ્થિતિ ગંભીર બને છે. હાલ ફન્ટ કોરિડોરનું કામ ચાલુ રહેતા સામેથી આવતા વાહનો જોઈ ન શકતા બન્ને વાહનો ગરનાળામાં સમાસમે આવી રહ્યા હતા.વાહન ચાલકોની પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા કારોબારી અધ્યક્ષ ચિંતન પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાડગા આગળ આવ્યા છે.

તાલુકા પંચાયત કચેરીના ખર્ચે ભીલાડ રેલવે ગરનાળામાં સિંગલ મુકવા માર્ગ મકાનને રજુઆત કરી હતી.માર્ગ મકાન ખાતા દ્વારા ભીલાડ રેલવે ગરનાળા પર સિંગનલ લાઈટ મુકવાની પરવાનગી આપવાં આવી છે. કારોબારી અધ્યક્ષ ચિંતન પટેલે સિંગનલ લાઈટ માટે ક્વૉટેશન મેળવી એક સપ્તાહમાં વાહન ચાલકો માટે સિંગનલ લાઈટની સુવિધા ઉભી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...