સમસ્યાનું નિરાકરણ:કૈલાશ નગરમાં વીજ સમસ્યા હલ કરવા નવું ટ્રાન્સફર મુકાયું

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરીગામના 2 હજાર લોકોને લો વોલ્ટેજની વીજ સમસ્યાથી છૂટકારો મળશે

સરીગામ પંચાયત વિસ્તારનાં કૈલાશ નગરમાં વીજ સમસ્યાનું નિરાકરણ માટે અંદાજિત રૂ.6.50 લાખનાં ખર્ચે નવું ટ્રાન્સફરમર તથા 250 મીટર એચટી લાઈન નાખી વીજળીની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ સુવિધાથી સરીગામના 2000થી વધુ વીજ ગ્રાહકોની લો વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ આવશે.

સરીગામ પંચાયત વિસ્તારનાં કૈલાશ નગર, કોળીવાડ, રમજાન નગરી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય વીજળીની લો વોલ્ટેજની સમસ્યા બની હતી. જેના નિરાકરણ માટે સરીગામ વીજ કચેરી દ્વારા 100 કી.વોલ્ટ વાળુ ટ્રાન્સફરમર તથા અલગથી 250 મીટર એચટી લાઈન નાખી સરપંચ સહદેવ વઘાતનાં હસ્તે વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવ્યો હતો.

નવા ટ્રાન્સફરમર અને વીજ લાઈનને લઈ કૈલાસનગર, રમજાન નગરી, કોળીવાડ તથા મસ્જિદ ફળિયાનાં આશરે 2000 લોકોને લો વોલ્ટેજની સ્મસ્યાથી છુટકારો મળશે. લો વોલટેજની સમસ્યા દૂર થતા વિદ્યાર્થીઓ અને ગૃહિણીમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી.

ચોમાસામાં કલાકો સુધી વીજળી ડૂલ થઇ જતી અનિયમીત વીજ પુરવઠાને કારણે સરીગમમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસા દરમિયાન કલાકોના કલાકો સુધી વીજ પુરવઠો ઠપ્પ થઇ જતો હતો જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે ટ્રાન્ફોરમર મુકાતા લોકોની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...