કામમાં વેઠ:સરીગામ GIDCમાં લાખોના ખર્ચે બનાવેલ ગાર્ડન જાળવણીનાં અભાવે મૃત અવસ્થામાં

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક એકમો દ્વારા માવજત ન કરાતા ગાર્ડન જર્જરિત

સરીગામ જીઆઇડીસીમાં સરીગામ નોટીફાઇડ દ્વારા લાખોનાં ખર્ચ કરી ગાર્ડન તૈયાર કર્યો હતો. જેમાં આયુવૈદિક ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. બન્ને ગાર્ડન જાળવણીનાં અભાવે મૃત પાયે તરફ ધકેલાઈ રહ્યા છે. ઉમરગામ તાલુકાનાં સરીગામ, માંડા અને કરજગામનાં ખેડૂતોની જમીન સંપાદન કરી સરીગામ ખાતે ઓદ્યોગિક વસાહતની વર્ષ 1980માં સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં તબ્બકામાં નવા નવા ઓદ્યોગિક એકમો શરૂ થયા હતા. પરંતુ મંદીનાં માર વચ્ચે અડધો અડધા એકમ પર તાળા લટકતા થયા હતા. જે એકમોમાં હવે છેલ્લા 10 વર્ષથી નવા પ્રાણ ફૂકાયા છે. બંધ પડેલા એકમોનાં તાળા ખુલ્યા અને ખાલી પ્લોટમાં નવા એકમોની સ્થાપના કરવામાં આવી હતી.

સરીગામ ઓદ્યોગિક વસાહતની સ્થાપના બાદ અહી કામદારોનાં પરિવાર માટે કલોનીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ નોટીફાઇડ દ્વારા કામદારનાં પરિવાર માટે સ્કૂલ, દવાખાના, રમતગમત મેદાન કે હરવા ફરવા માટે ગાર્ડનની સુવિધા ન ઉભી કરાતા કામદારનો પરિવાર શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરી ગયો. જો કે મોડે મોડે જાગેલી સરીગામ નોટીફાઇડ દ્વારા બાયપાસ માર્ગ અને પ્લાસ્ટિક ઝોન વિસ્તારમાં લાખોનો ખર્ચ કરી ગાર્ડનની સુવિધા ઊભી કરી હતી.

જોકે ગાર્ડન તૈયાર થયા બાદ તેમાં આયુવૈદિક બાગ ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ તેની માવજત ન કરાતા આયુંવૈદિક ગાર્ડન મૃત અવસ્થામાં માં પહોંચ્યો છે. નોટીફાઈડ દ્વારા એકલ દોકલ મજૂરો મૂકી જાળવણી કરાતા ગાર્ડન મૃત અવસ્થા તરફ ધકેલાઈ રહ્યો છે. સરીગામ, માંડા અને કરજગામનાં ખેડૂત પરિવારનાં સભ્યો અને અહી સ્થાઈ થયેલા પરિવારનાં લોકો જીઆઇડીસી દ્વારા તૈયાર કરેલ ગાર્ડનને લઈ ખુશી મહેસૂસ કરી રહ્યા હતા. પરંતુ ખુશી લાંબા સમય સુધી ટકી શકી નથી. નોટીફાઇડ દ્વારા ગાર્ડનની પૂરી જાળવણી ન કરતા ગાર્ડન મૃત પાયે તરફ ધકેલાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...