તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાંનો ભંગ:બોરલાઈ લગ્નમાં 300 માણસો આવતા ત્રણ સામે ગુનો નોંધાયો

ભીલાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કન્યાના પિતા સહિત ત્રણની ધરપકડ

કરમબેલા નજીક બોરલાઈ- 2 ગામ ખાતે 2જી મેં ના રોજ રાત્રી ના 12.30 કલાકે પુત્રી ના લગ્ન માં પિતા એ 300 થી વધુ માણસો ભેગા કરી કોવિડ 19 નું પાલન ન કરતા તથા ઓકેસ્ટા ની ધૂન પર નાચતાં ભીલાડ પોલીસે ત્રણ ઈસમો વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉમરગામ તાલુકા ના બોરલાઈ 2 ના વારલી વાડ ખાતે 2જી મેં ના રોજ રમેશભાઈ મઘલાભાઈ ધોડી ના ઘરે પુત્રી ના લગ્ન હતા. રાત્રિ દરમ્યાન પેટ્રોલિંગ માં ફરતી ફરતી ભીલાડ પોલીસ ઓકેસ્ટા ની ધૂન સંભળાતા પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં 300 થી વધુ માણસો હજાર હતા. ઓકેસ્ટાની ધૂન પર કેટલાક લોકો નાચી રહ્યા હતા.જેમાં સોશિયલ ડિસ્ટનસ ન જળવતા અને સોશિયલ ડિસ્ટનસ પાલન થતું ન હતું. જિલ્લા મેજિસ્ટેટ વલસાડના જહેરનામુંનો ભંગ થતાં છોકરી ના પિતા રમેશ મેઘલા ધોડી, ઓકેસ્ટા વગાડનાર દિનેશ માધુ પાટકર તથા વિનોદ છીબુ દાદરકર વિરુદ્ધ ભીલાડમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે રૂ. 310000નો સાધનો કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો