તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકથી મુક્તિ:ભીલાડ રેલવે બ્રિજ-અંડરપાસ માટે 75.70 કરોડ મંજૂર

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાટક બંધ રહેતા બંને તરફ બે કિમી વાહનોની લાંબી કતાર લાગતી હતી

ભીલાડ રેલવે ફાટકની દક્ષિણ ભાગે આવેલ એલસી 73 નજીક ભીલાડ રેલવેનો ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ તથા ભીલાડ રેલવે કલ્વર્ટની બાજુમાં 7 મીટર પહોળો બે ગાળાના અંડર પાસ માટે સરકારે 75.70 કરોડની ફાળવણી કરી છે.

ઉમરગામના ભીલાડમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યાને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. રેલવે ફાટક બંધ રહેતા સરીગામ અને ડહેલી સુધી વાહનોની બે કિમી લાંબી કતારો લાગતી હતી. ભીલાડના માર્ગો પર રેલવે ફાટકોના વાહનોની કતાર રહેતા એમ્બ્યુલન્સ સેવાના પૈડાં થંભી જતા દર્દીના પરિવારના જીવ તાળવે ચોંટી જતા હતા. છેલ્લા 10 વર્ષમાં ટ્રાફિક જામની સમસ્યા હતી.સરકારે ફાળવણી કરતા વાહન ચાલકોને રાહત થશે.

ભીલાડ રેલવે ફાટક અને રેલવે ગરનાળા અંગે સ્થાનિકો અને પદાધિકારીઓએ વારંવાર સરકાર નું ધ્યાન દોર્યું હતું. વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે રેલવે ફાટક અને રેલવે ગરનાળામાં વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલી અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીના અતિ મહત્વાકાંક્ષી યોજના પૈકી ડીએફસીસીઆઈએલ ફ્રેટ કોરિડોર અંતરગર્ત વલસાડ ભીલાડ રેલવે ફાટકના ભીલાડ રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ માટે સરકાર દ્વારા 17 માર્ચ 2021માં પત્ર પ્રમાણે રૂ.75.70 કરોડ વહીવટી મંજૂરી મળી છે. જે અંતરગત ભીલાડ રેલવે ફાટકની દક્ષિણ ભાગે આવેલા એલ.સી.73 નજીક ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં રેલવે પોર્શન માં 89.98 મીટર, પૂર્વ ભાગેને.હા.48 બાજુ 317.19 મીટર તથા પશ્ચિમ ભાગે 664 મળી કુલ્લે 1071.18 મીટર જેટલો છે. રેલવે ઓવરબ્રિજ ઓપન ફાઉન્ડેશન તથા સુપર સ્ટ્રક્ચર ટી બીમ ડેક સ્લેબ અને રેલવે પોર્શનમાં કમ્પોસીટ સ્ટીલ ગર્ડર વાળો ચાર માર્ગીય બ્રિજ બનશે. રેલવે ઓવરબ્રિજની વહીવટી મંજૂરી મળતા સીઆરપી ઇન્ફાને કામની ફાળવણી થઈ છે. રેલવે ઓવરબ્રિજ બીજ પૂર્વ ભાગમાં રોકડીયા હનુમાન મંદિર સુધી તથા પશ્ચિમમાં ભંડારવાડ માર્ગથી રેલવે કેનાલની બન્ને બાજુ માર્ગ બનશે. જે સરીગામ જીઆઇડીસીના ભારે વાહનો માટે ખૂબ ઉપયોગી રહેશે.

ગરનાળા પાસે બે ગાળાનો અંડર પાસ બનશે
ભીલાડ રેલવે સ્ટેશનની ઉત્તર ભાગે આવેલું હયાત રેલવે કલવર્ટ (રેલવે ગરનાળુ)ની બાજુમાં 7 મીટર પહોળો અને બે ગાળાનો અંડર પાસ માટે સરકારની મંજૂરી મળી છે. રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ માટે રૂ.75.70 કરોડની ફાળવણી કરાઇ છે. જે રેલવે અંડરપાસનું બાંધકામ ડીએફસીસીઆઈએલ તથા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. ભીલાડ રેલવે ગરનાળાના નિર્માણ થતાં 10 વર્ષથી ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ પોકારતા રોજીંદા વાહન ચાલકોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...