તપાસ:ભીલાડ સેલ્સ ટેક્ષ ગોડાઉનમાં કેમિકલથી 6 મજૂરના શ્વાસ રૂંધાયા

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રેનથી ડ્રમ ખાલી કરતા લિકેજ થયું હતું, મજૂરો વેન્ટિલેટર પર

ભીલાડ હાઇવે પર સેલટેક્ષ અને જીએસટીની ગોડાઉનમાં 7 સપ્ટેમ્બરે રોજ સાંજે 5.15 કલાકે ક્રેન મારફતે કેમિકલ ભરેલા લોખંડનાં ડ્રમો ખાલી કરતા ઝેરી કેમિકલ બહાર આવતા 6 મજૂરો ને શ્વાસો શ્વાસો માં ભયંકર તકલીફ ઊભી થતાં ખાનગી વાહન મારફતે ડહેલી ની શ્રીજી હોસ્પિટલ માં આઇસીયુ વોર્ડ માં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

ભીલાડ રેલવે ફાટક સામે જીએસટી અને સેલ્સ ટેક્ષની કચેરી આવેલી છે.જે કચેરીની ગોડાઉનમાં એલ્યુિનિયમનો સ્કેપ તથા ઝેરી કેમિકલ ભરેલા લોખંડનાં ડ્રમો રાખવમાં આવ્યા હતા.7 સપ્ટેમ્બરે સાંજે ગોડાઉનમાંથી ક્રેન મારફત સમાન બહાર કાઢવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન કેમિકલ ભરેલા લોખંડનાં ડ્રમ નીચેથી સડી ગયેલા હોય લીક થતા ઝેરી કેમિકલ બહાર આવ્યુ હતું જેનાથી અહીં કામ કરી રહેલા મજૂરોને શ્વાસો શ્વાસોમાં તકલીફ તથા વોમિટીંગ કરતા ખાનગી વાહનોમાં ડહેલીની શ્રીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં તાત્કાલિક મજૂરોને આઇસીયુવોર્ડમાં દાખલ કર્યા હતા.હોસ્પિટલનાં સ્ટાફની મહેનત થકી 6 મજૂરોની હાલત હાલ ખતરાની બહાર હોવાનું જાણવા મળે છે.મજૂરોને સમયસર સારવાર માટે દાખલ કરાતાં મોટી હોનારત ટળી હતી આ ઘટનાની જાણ થતા સરીગામ જીપીસીબીની ટીમે ગુરુવારે ઘટના સ્થળ પર પહોચી કેમિકલ યુક્ત પ્રવાહીનાં સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં.આ બનાવ અંગે યજ્ઞેશભાઇ જગદીશ ચંદ્ર પંચાલ (વય,37,રે,501,વ્હાઈટ હાઉસ બિલ્ડિંગ,નવસારી) ભીલાડ પોલીસ મથક ખબર આપી હતી.ભીલાડ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...