તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સંજાણથી ગાૈમાંસ રિક્ષામાં ભરી વાપી લાવતા 3 ઝડપાયા

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • FSLમાં ગાૈમાંસની પુષ્ટી થતા 3ની ધરપકડ, સંજાણમાં ગાયોની કતલ કરાઇ હતી

ભીલાડ હાઇવે પર આરટીઓ કચેરી પાસે રવિવારે સવારે 9 કલાકે ભીલાડ પોલીસે સંજાણથી ગાય કાપી ગાૈમાંસ રિક્ષામાં ભરી વાપી આપવા જતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.રિક્ષામાંથી 6 કોથળા માં 110 કિલો ગૌમાંસ ભરેલું મળી આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલા દ્વારા ભીલાડ પોલીસ મથક ખાતે સોમવાર ના રોજ સાંજે 5.20 કલાકે પત્રકારને માહિતી આપતા જણાવ્યું કે ભીલાડ પોલીસ રવિવારે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંજાણ થી રિક્ષા માં માસ ભરી વાપી તરફ જવાના છે.જે બાતમી ના આધારે ભીલાડ પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી વાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાં 6 કોથળામાં 110 કિલો માંસ મળી આવ્યું હતું.તપાસ અર્થે રિક્ષામાં સવાર ત્રણ આરોપીને ભીલાડ પોલીસે અટક કરી હતી.

માસ અંગે તપાસ કરવા વેટરનરી ડોકટરને બોલાવી માસ ને સુરત એફએસએલમાં મોકલી આપ્યું હતું.જે રિપોર્ટમાં માસ ગૌમાંસ હોવાની પુષ્ટી થતા પોલીસે સજ્જન ખાન ઉર્ફે લાલાભાઈ રફીઉદીન કાસમજી (વય,47,રે સંજાણ બંદર,લાંબા ફળિયા )મહંમદ હુસેન સુલતાન દાઉન (વય,30 રે,સંજાણ બંદર,લાંબા ફળિયા,દુબળવાડ) અને અલબેગ જીયાઉદીન સાંજી (વય,19,રે,સંજાણ બંદર,લાંબા ફળિયા,દુબળવાડ) ની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપી વિરુદ્ધ ભીલાડ પોલીસ મથક માં ગુનો નોંધી આરોપી વિરુદ્ધ દમણ કે મહારાષ્ટ્ર માં ગુનો નોંધાયો છે.

લાલો નામ આપી 10થી 12 હજારમાં ગાય ખરીદી 200 રૂ. કીલોના ભાવે માસ વેચતા
તપાસ માં મુખ્ય સૂત્રધાર સજ્જન ખાન ઉર્ફે લાલો હિન્દુ પાસે થી લાલો નામ આપી દૂધાળી ગાય ખરીદી હતી.અને ત્રણેય સાથે મળી સંજાણ ખાતે ગાય નું કટિંગ કરી ગૌમાંસ ને રિક્ષા માં ભરી વાપી આપવા જતા હતા.માસ ની ખરીદી કરનાર નું નામ પણ તપાસ માં બહાર આવ્યું છે.આરોપી ઓ પહેલે થી માસ નો ઓર્ડર લઈ કિલો ના રૂ.200 ના ભાવે વેચતા હતા.આ ઈસમો રૂ.10000 થી રૂ.11000 ના ભાવે ગાય ની ખરીદી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...