સરીગામ સગર્ભા દુષ્કર્મ કેસ:3 નરાધમની ધરપકડ, પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી 15 કલાકમાં જ ગુનો ઉકેલ્યો

ભીલાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મહિલા ભાગી છૂટ્યા બાદ પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડ્યા

સરીગામથી કારમાં હોસ્પિટલ જતી ગર્ભવતી મહિલાનું બુધવારની મધ્યરાત્રિએ ત્રણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોએ અપહરણ કરી 10 કિમી દૂર નિકોલી ખાતે લઈ ગયા હતાં. જયાં બે આરોપીની રાહુલે કારમાં ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે નરાધમોને પકડવા વાપી સહિત જિલ્લાના 100 પોલીસકર્મીઓને સાથે રાખી 15 કલાકમાં ઓપરેશન પાર પાડી આરોપીને જેલના સળિયા ધકેલી દીધા હતાં.

પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સરીગામ વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને બુધવારની મધ્ય રાત્રિએ પેટમાં દુઃખાવો ઉપડતા દિયર સાથે કારમાં હોસ્પિટલમાં જઈ રહી હતી. કેડી બી હાઈસ્કૂલ નજીક નહેરનાં પુલ પાસે હાજર સુનિલ વિજય વારલી,રાહુલ બાબુરાવ કામલે અને સૂરજ વિધાનંદ ઝાએ કારમાં મહિલાનું અપહરણ કર્યું હતું. સરીગામથી 10 કિમી દૂર નિકોલી ગામ ખાતે ધુમ્મસ નાં લીધે કાર રોડ કિનારે ઉતરી ગઈ હતી.

કાર આગળ વધી ન શકતા કારમાં મહિલાનાં સુનીલ વારલી અને સૂરજ વિધાનંદ ઝાએ હાથ પકડી રાખી રાહુલ બાબુરાવ કામલેએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા આરોપીનાં ચુંગલ માંથી ભાગી જઈ નિકોલી ગામ તરફ પગપાળા આગળ વધતા ભીલાડ પોલીસ પોહચી ગઈ હતી. જ્યારે ત્રણેય આરોપી કાર છોડી બાઈક પર સરીગામ તરફ ભાગી છૂટયા હતાં.ભાભીનું કારમાં અપહરણ થતાં દિયરે વલસાડ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસને જાણ કરી હતી. આરોપી મહિલાનાં દિયર અને તેના મિત્રનો ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.

2 ઈસમોએ પકડી રાખી 1એ દુષ્કર્મ આચર્યું
મહિલાને તેનો દિયર કારમાં સરીગામની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હતા. ઘરથી થોડે દૂર પહોંચતા સરીગામ સ્ટેટ હાઇવે પર તૂટેલા જર્જરિત નહેરનાં નાળા પાસે કારને આંતરી આગળ બાઈકની આગળ કરી કાર ચાલક સાથે મારા મારી કરી મહિલાને કારમાં અપહરણ કરી 10 કિમી દૂર ડુંગરાળ વિસ્તારમાં લઇ ગયા હતા.કાર રોડ પરથી ઉતરી જતા મહિલાનાં સુનીલ વિજય વારલી અને સૂરજ વિધાનંદ ઝાએ હાથ પકડી રાખી રાહુલ બાબુરાવ કામલેએ દુષ્કર્મ આચર્યું હતું.

અપહરણ કર્તાને પોલીસે ઝડપી લીધા
સરીગામની ગર્ભવતી મહિલાનું બુધવારની મધ્યરાત્રિએ અપહરણ કરી કારમાં નિકોલી ગામ ખાતે સુમસામ ડુંગરાળ વિસ્તાર માં લઇ ગયા હતા. મહિલા સાથે રાહુલે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સુનીલ અને સૂરજ મદદ પૂરી પાડતા પોલીસે નાકા બંધી કરી સરીગામ જીઆઈડસી નજીકથી નાકાબંધી કરી બાઈક પર જતાં ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એકને સરીગામથી ઝડપી પાડયો હતો.જેઓને શુક્રવારનાં રોજ વલવાડા પીએચસી ખાતે કોરાનાં રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

નાકાબંધીમાં 2 અને ત્રીજો ઘરથી ઝડપાયો
અપહરણના બનાવને લઇ જિલ્લાભરની પોલીસે ઠેરઠેર નાકાબંધી ગોઠવી દીધી હતી. ગુરૂવારે સાંજે આરોપી સુનીલ વારલી અને રાહુલ ફરિયાદીની કાર લઇને મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા. તે દરમિયાન સરીગામ વિસ્તારમાં પોલીસની નાકાબંધીમાં તેઓ પકડાઇ ગયા હતા. જ્યારે આરોપી સુરજ ઝાને પોલીસ તેના ઘરથી પકડી લાવી હતી.

આરોપીઓ ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલા છે
સરીગામથી કારને રોકી હોસ્પિટલ જતી ગર્ભવતી મહિલાનું કારમાં અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચરનાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુનીલ વિજય વારલી મોટર સાયકલ ચોરીનાં ગુનામાં ઝડપાયેલો હતો. જ્યારે સૂરજ વિધાનંદ ઝા પોહિબિશન ગુનાનાં ઝડપાયો હતો.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

પોલીસે અપહરણકર્તા પાસેથી લૂંટની સામગ્રી કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી
સરીગામ થી બુધવાર ની મધ્યરાત્રિ એ હોસ્પિટલ માં જતી મહિલા નું કાર માં અપહરણ કરી મહિલા નાં દિયર અને તેનો મિત્ર નો મોબાઈલ ની લૂંટ ચલાવી હતી.પોલીસે નિકોલી ગામ થી કાર કબજે કરી,આરોપી પાસે થી મોબાઈલ કબ્જે લીધા હતા.

FSLની ટીમે કારમાંથી પુરાવા લીધા
ચાર માસનો ગર્ભ ધરાવતી મહિલા નું કારમાં અપહરણ બાદ કારમાં દુષ્કર્મનું કૃત્ય કર્યું હતું. આરોપી વિરુદ્ધ 376 ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.શુક્રવારે એફએસએલની ટીમ ભીલાડ પોલીસ મથક ખાતે પહોંચી જઈ કારમાંથી સાંકેતિક નમૂના તથા અન્ય પુરાવા કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...