નવી સુવિધા:ઉમરગામ તાલુકામાં 40 ગામને પીવાનું પાણી પુરૂ પાડવા 200 કરોડની યોજનાનું 22મીએ ખાતમુહૂર્ત

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાંબ્યા ડુંગર પર 2.50 કરોડ લીટર ક્ષમતા વાળી ટાંકી અને 60 સમ્પ બનાવાશે

ઉમરગામ તાલુકાના 40 ગામોના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ પાટકરે સરકારમાંથી રૂ.200 કરોડની ફાળવણી કરી હોય સરીગામના તાંબ્યા ડુંગર પર 2.50 કરોડ લીટર ક્ષમતા વાળી ટાંકીનું નિર્માણ કરાશે. જયાંથી 380 કિમિ લાંબી ડી.આઈ પાઇપ લાઇન બિછાવી 60 સમ્પ અને ટાંકી ઉભી બનાવાશે જેનું 22 ઓક્ટોબરે સવારે પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૈધરી અને ધારાસભ્ય પાટકરના હસ્તે ખાર્ત મુહૂર્ત કરાશે.

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ઉનાળામાં જળ સ્તર નીચા જતા પાણીની બૂમો શરૂ થઇ જાય છે. ઉમરગામ તાલુકાના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકારે ફાળવેલી 200 કરોડની ગ્રાન્ટમાંથી વારોલી નદી પર 50 કરોડના ખર્ચે વાસમો યોજના દ્વારા પાઇપ લાઇન બિછાવી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. તાંબ્યા ડુંગર પર બનનારી પાણીની ટાંકીનું 22 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વાસમો યોજના દ્વારા લોકોને પીવાનું શુદ્ધ પાણી ટૂંકા સમયમાં મળી રહે તે માટે પાઇપ લાઇન નાંખવાનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...