કાર્યવાહી:ભીલાડથી ટેમ્પામાં મુંબઈ લઈ જતાં 20 લાખના ગુટખા ઝડપાયા

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કરમબેલા ને.હા.48 પર 10મી જાન્યુઆરીનાં રોજ સાંજે વલસાડ એલસીબીની ટીમે ટેમ્પામાંથી 60 કોથળામાં ભરેલો વિમલ ગુટખાનો જથ્થો ઝડપી પાડયો હતો. છટ કપટ કે ચોરીથી મેળવેલ 1990000નો ગુટખા તથા 8 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ્લે 2705500નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો છે. વલસાડ એલસીબીની ટીમ 10મી જાન્યુઆરીનાં રોજ સાંજે કલાકે મિલકત સંબધી ગુના અને બનેલ ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે મુંબઈ તરફ જતા ટેમ્પો નં.GJ.16.Z.7728ને રોકી તલાસી લીધી હતી. ટેમ્પામાંથી કંતાન અને મીનીયાનાં 60 કોથળામાંથી વિમલ ગુટખાનો 1990000નો જથ્થો ઝડપી પાડયો હતો. ચાલક અભિષેક કુમારની અંગ ઝડતીમાં 5000નો મોબાઈલ તથા ક્લીનર દિનેશની અંગ ઝડતીમાં 500ની કીમતનો મોબાઈલ મળી આવ્યો હતો.

ટેમ્પાની કિંમત 8 લાખ, 5500ની કિંમતનાં મોબાઈલ તથા 1990000ની કિંમતનાં ગુટખા મળી કુલ્લે 2705500નો મુદ્દામાલ ચોરી કે છલ કપટથી મેળવતા તપાસનાં અર્થે કબ્જે લીધો છે. ટેમ્પા ચાલક અને ક્લીનરને તાબે લીધા હતા. આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...