તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કરમબેલા પાસે જ્વલનશીલ પ્રવાહી વેચવા જતા 2 ઝડપાયા

ભીલાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1800 લીટર પ્રવાહી સાથે કુલ 50 હજારનો મુદ્દામાલ કબજે

કરમબેલા હાઇવે પરથી ગુરૂવારે રાત્રે બિનવારસી ટેમ્પામાંથી 90 હજારની કિંમતનું 1800 લીટર જવનશીલ પ્રવાહી મળ્યું હતું. ટેમ્પા માલિક ગેરકાયદે આ જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા ભીલાડ પોલીસે ગુનો નોંધી, મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ભીલાડ પોલીસે ગુરુવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે હાઇવે પરથી રઘુનંદન હોટલ પાસે પેટ્રોલની બાજુમાં એક બિનવારસી ટેમ્પો પડ્યો હોવાની માહિતી મળતા સ્થળ પર પહોચી તપાસ કરતા ટેમ્પો પિકઅપ GJ.21.W.8078માં પંપ સાથે જોડેલી બે ટાંકીમાં 1800 લીટર જ્વલંત શીલ પ્રવાહી મળ્યું હતું. પાસ પરમિટ વિના, ફાયર સેફટીના સાધનો વગર, સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના આ જોખમી પ્રવાહીની હેરાફેરી કરી વેચાણ કરતા હોવાનું જણાતા ભાગીદારીના ટેમ્પા માલિક જયેશભાઇ કાંતિલાલ ખત્રી (રે,વ્રજધારા એપાર્ટમેન્ટ,મુક્તાનંદ માર્ગ ચલા, વાપી) અને મુકેશભાઈ બંસીલાલ ખાઈવલ (શ્રુતિ એપાર્ટમેન્ટ, મુકતાનંદ માર્ગ, ચલા)ની પૂછપરછ કરતા જ્વલંત શીલ પ્રદાર્થ હાઇવે પર ચાલતા ટ્રક ચાલકો ને વેચાણ કરવા મુકેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે ટેમ્પો કિંમત રૂ.4 લાખ, જ્વલંત શીલ પ્રદાર્થ ની કિંમત રૂ.90 હજાર,ડિસપેરી પંપ રૂ.10000 તથા બેટરી રૂ.5000 મળી કુલ્લે રૂ.505000 નો મુદ્દામાલ કબ્જે લઈ ટેમ્પા મલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...