લોકડાઉન 4:SIA દ્વારા 145 બોટલ રક્તદાન, સભ્યોની હાજરીમાં 145 બોટલ રક્ત એકત્ર થયું

ભીલાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુરુવારે પ્રમુખ શિરીષભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. કોરાનાની મહામારી વચ્ચે તાલુકામાં પ્રથમ વાર રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. હોલને સેનેટાઇઝિંગ કરી ગાઈડ લાઈન સાથે સંધ્યાગ્રૂપ ઓફ કંપની આયોજિત રક્તદાન કેમ્પમાં સેક્રેટરી કૌશિક પટેલ, દીપક વસાવા, પીએસઆઈ એ.ડી.મિયાત્રા, સ્મિત પટેલ, સભ્યોની હાજરીમાં  145 બોટલ રક્ત એકત્ર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...