તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસો તલવાડા હાઈવેથી ડાઈવર્ટ:ભીલાડથી છૂપા માર્ગે દરરોજ 50 લકઝરીમાં 1 હજાર યાત્રીનો પ્રવેશ

ભીલાડ5 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગની કોરાના ટેસ્ટ ચેકિંગને લઈ મુંબઇથી સુરત, અમદાવાદ તરફ જતી લકઝરી બસો તલવાડા ને.હા.થી ફંટાઈને મલાવ રેલવે ફાટક થઈ ભીલાડ પહોચી રહી છે. બસના મુસાફરોનો કોરાના ટેસ્ટ ન થતા ગુજરાતમાં કોરાના સંક્રમણનો વિસ્ફોટકની શકયતા બની છે.

મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના કોરાનાના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરતા દિવસ દરમ્યાન હાઇવે પર દોડતી લકઝરી બસો સાંજે 7.00 થી 8.00 કલાક દરમ્યાન તલવાડા હાઇવેથી ડાઇવર્ટ થઇ મલાવ રેલવે ફાટક થઈ ભીલાડ ફાટક પર પહોચી રહી છે. એક સાથે 50થી વધુ લકઝરી બસો દોડતા ભીલાડ રેલવે ફાટક પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી છે.

આ બસોમાં આશરે 1000થી વધુ મુસાફરો મહારાષ્ટ્ર થી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. જેને લઇ ગુજરાતમાં કોરાના સંક્રમણનો વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય નહીં. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો