દુર્ઘટના:ભીલાડ હાઇવે પર કારની ટક્કરથી 1નું મોત,1 ગંભીર

ભીલાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાલકે સ્કૂટરને પાછળથી ટક્કર મારી

ભીલાડ ને.હા.48ના સાતનાળા પાસે શુક્રવારના રોજ સાંજે 4.50 કલાકે બ્રિઝા કાર ચાલકે સ્કૂટરને પાછળથી ટક્કર મારતા પાછળ બેઠેલનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે સ્કૂટર ચાલકને ગંભીર ઇજા પોહચતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવમાં આવ્યો હતો. ભીલાડ પંચાયત વિસ્તારના ધોડીપાડા સાત નાળા ખાતે 12મી નવેમ્બરના રોજ સાંજે 4.50 કલાકે વાપીથી ભીલાડ તરફ જતી બ્રિઝા કાર ન.GJ.15.CJ.0217ના ચાલક હિંમત પટેલે સ્કૂટર નં.GJ.15.DF.7789ને પાછળથી ટક્કર મારતા બન્ને રોડ પર પડ્યા હતા.

સ્કૂટર સવાર સુરેશભાઈ મગનભાઈ ધોડી (રે,વાપી ચણોદ)ને માથાંના ભાગે ગંભીર ઈજા પોહચતાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સ્કૂટર પ પાછળ બેઠેલ સવાર સોહિલ જાફરઅલી દરડીયા (રે,વલસાડ) માથાંમાં, મોઢામાં, છાતીમાં ગંભીર ઈજા પોહચતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નિલેશભાઈ મગનભાઈ ધોડીએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભીલાડ હાઈવે પર છાશવારે ગંભીર અકસ્માતો બની રહ્યા છે જેમાં નિર્દોષ મોતને ભેટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...