અકસ્માત:કનાડું નજીક સ્કૂટર વીજપોલ સાથે અથડાતા 3 પૈકી 1નું મોત

ભીલાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરે દર્શન માટે જવાનું કહી ટ્રિપલ સવારી નીકળ્યા હતા

પાલિકરમબેલી થી કનાડુ ફાટક જતા માર્ગ પર ભૈયાવારી ખાતે દિવાસાના પર્વના રોજ સાંજે ટ્રિપલ સવારી ચાલકે વાહન વીજ પોલ સાથે અથડાવી દેતા 28 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. ઘોડીપાડા પંચાયત વિસ્તારના નિકોલી ફળિયા ખાતે રહેતા વિલાસભાઈ દલુભાઈ પાટકર રવિવારના રોજ એક્ટિવા નં. GJ. 15. DN. 2671 લઈ પાછળ જિતેન્દ્ર નવીન નાયક અને નિતેશને બેસાડી કરજગામ જોગ મેડી માતાના મંદિરે દર્શન કરવા જવાના કહીને સવારે નીકળ્યા હતા. રવિવારે પાલીકરમબેલીથી કનાડુ ફાટક માર્ગ પર ભૈયાવાડી માર્ગ પર અકસ્માત સર્જાયું હતું.

એક્ટિવા ચાલકે પોતાનું વાહન વીજ પોલ સાથે અથડાવી દેતા પાછળ બેસેલા 28 વર્ષીય જિતેન્દ્ર નવીન નાયક (રે,બોરલાઈ) નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે પાછળ બેસેલા અન્ય યુવક નિતેશને ગંભીર ઇજા પહોચી હતી. બનાવ અંગે નટુભાઈ લલ્લુભાઈ હરપલીયાએ ભીલાડ પોલીસ મથક એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...