તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વેડપુર પાસે અજાણ્યા ચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત, અકસ્માત કરી વાહનચાલક ભાગી છૂટ્યો

વાઘોડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલા લીલાબેન નાયકા. - Divya Bhaskar
મૃતક મહિલા લીલાબેન નાયકા.
  • નર્મદા કેનાલના બ્રિજ પર થયેલો અકસ્માત

વાઘોડિયા તાલુકાના વેડપુર ગામ પાસે નર્મદા કેનાલના બ્રિજ પર ફુલસ્પીડમાં વાહન હંકારી અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત કરી વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. આ બાબતથી જાણ ગામના સરપંચને થતા સ્થળ પર દોડી આવી તપાસ કરતા અજાણી મહિલાને માથા તેમજ પગના ભાગેથી લોહી નીકળતું હતું.

આ મહિલાની ઓળખ માટે ગામ તથા આજુબાજુ ગામમાં તપાસ કરતા કોઇ વારસદાર મળી આવેલ નથી. જેથી પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઇ તપાસ કરતા મહિલાના વારસદાર દીકરો જશવંતભાઈ મગનભાઈ નાયકાએ ઓળખી બતાવતા આ મારી માતા લીલાબેન મગનભાઈ નાયકા ઉ.65 હાલ રહે. ભુરી તલાવડી, વાઘોડિયાની છે. જેથી લાશનો કબજો લઇ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...