વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રેકોર્ડ રૂમ ઉપરના બંને માળના વોશરૂમમાંથી સતત પાણી ટપકવાના કારણે ભેજ યુક્ત બન્યા બાદ પાણીની કોઈ અંડર ગ્રાઉન્ડ લાઈન લીકેજ હોવાથી રેકોર્ડ રૂમની છતમાંથી સતત પાણી રેકોર્ડના પોટલાઓ અને રેંક પરના દસ્તાવેજો પર ટપકતું રહે છે. ઘણા વર્ષોથી આ ટપકતા પાણીના કારણે ક્ષારની કાંટા જેવી સ્ટિક જોવા મળી રહી છે. સતત પાણી ટપકવાથી ફર્નિચર સહિત અગત્યના મહત્વના મહેકમ અને મહેસૂલ વિભાગના દસ્તાવેજો નાશ થવાના આરે છે. રેકોર્ડ રૂમની મુલાકાત લેતાં સત્યતા પુરવાર થઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં અંગે તાલુકા પ્રમુખ અને વિકાસ અઘિકારી સામે રિપેરિંગનું આયોજન નહીં કરાતું હોવાના આક્ષેપ વીડિયોમાં તાલુકા પંચાયત સદસ્યના પતિ ભાવેશભાઈ પટેલે કર્યા છે. વાયરલ વીડિયોના પગલે ભાજપ તાલુકા પ્રમુખ સુરેશ પટેલ, તા.પં. કચેરીના ઉપપ્રમુખ શાંતિલાલ રબારી, ન્યાય સમિતી ચેરમેન સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો વાઘોડિયા તા.પં. કચેરીએ દોડી આવ્યા હતા. તેમણે ઈન્ચાર્જ TDO સાથે ચર્ચા વિચારણા કરી રેકોર્ડને અન્ય જગ્યાએ ખસેડી તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવાની હૈયા ધારણા આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.