નોટિસ:વાઘોડિયા તા.પંચા. ની કારોબારીમાં SO હાજર ન રહેતાં નોટિસ ફટકારાઇ

વાઘોડિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.પંચાયત કચેરીમાં કારોબારી બાદ સામાન્ય સભા યોજાઇ
  • કામોની બહાલી, ઠરાવોના અમલ અને બજેટ અંગે ચર્ચા કરાઈ

વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં સોમવારે કારોબારીની બેઠક મળી હતી. જેમાં કામોની બહાલી, ઠરાવોના અમલીકરણ અને બજેટ મંજૂર કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી. ત્યારબાદ વાઘોડિયામાં ફરીથી સામાન્ય સભા યોજાઇ હતી. 2021/22ની વહીવટી મંજૂરી બાકી હતી. તેમાં ફેરફાર કરી 60 40% પાણી સ્વચ્છતા અને 40 ટકા અન્ય કામો કરવા માટેની મંજૂરી નવા સુધારા સાથે રજૂ કરવાની રહેશે. વર્ષ 2022-23ના તા.પં. સદસ્યની 10-10 લાખની ગ્રાન્ટો ફાળવાઇ હતી. જેમાં આ ગ્રાન્ટોમાં વિકાસના કામોના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

2022/23માં પાણીના ટેન્કર માટે અને બાકડા માટે 50% રકમ ફાળવાઇ હતી.જૂના ઠરાવોની મંજૂરી લેવાઇ હતી. તદુપરાંત 2021ના કામોની મુદત વધારાઇ હતી. આ સિવાય અનેક કામોની ચર્ચા થઇ હતી. કારોબારી વખતે એસઓ ગેરહાજર રહેતાં તેને ટીડીઓએ કારણદર્શક નોટિસ પાઠવી હતી. સભામાં ટીડીઓ પ્રકાશ પરમાર, સભ્યો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...