ધરપકડ:ગ્રામ્ય પોલીસ ઊંઘતી ઝડપાઇ, સ્ટેટ વિજિલન્સે 5.50 લાખનો દારૂ પકડ્યો

વાઘોડિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાના માડોઘર તેમજ રાજનગરની વસાહતમાંથી ધમધમતા દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપ્યો હતો. - Divya Bhaskar
વાઘોડિયાના માડોઘર તેમજ રાજનગરની વસાહતમાંથી ધમધમતા દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપ્યો હતો.
  • માડોધર અને રાજનગરમાંથી 12.39 લાખની મતા સાથે 2 શખ્સની ધરપકડ
  • 6.82 લાખની રોકડ જપ્ત : સ્થાનિક પોલીસની છત્રછાયામાં વેપલો કરતા બૂટલેગરો ભૂગર્ભમાં

વાઘોડિયા નજીક આવેલા માડોધર અને રાજનગર ગામે ગાંધીનગર સ્ટેટ મોનેટરિંગ સેલે દરોડો પાડતાં 2 શખ્સને વિદેશી દારૂ અને રોકડ સહિત ઝડપી પાડતાં બૂટલેગરો ભૂગર્ભમાં ઊતરી ગયા છે. વાઘોડિયા તાલુકાની વસાહતોમાં પોલીસની છત્રછાયાથી બેરોકટોક દારૂનો વેપલો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે.

જેની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનેટરિંગ સેલ અને વિજિલન્સને મળતાં દરોડો પાડ્યો હતો. જેમાં વાઘોડિયાના માડોધર અને રાજનગર ખાતે આવેલી નવી અને જૂની નર્મદા વસાહતના મકાનમાં ઘાસ નીચે છૂપાવી રાખેલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને બિયરોનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની રેડ દરમિયાન અલગ- અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂા.5.53 લાખની 3375 બોટલો, રૂા.2500ના 2 મોબાઈલ તથા રોકડા રૂા. 6,82,485 સહિત કુલ રૂા. 12,39,140ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા.

વિદેશી દારૂ સાથે ઝડપાયેલ શૈલેષ ચીમન વસાવા (માડોધર, તા.વાઘોડિયા) તથા સંજય ગોપાલ વસાવા (મગનપુરા, તા.વાઘોડિયા)ની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી આ વિદેશી દારૂનો જથ્થો કોણ પહોંચાડતું હતું તે બાબતે પૂછપરછ આરંભી છે. વાઘોડિયા તાલુકામાં દારૂનો ખુલ્લેઆમ વેપલો કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સ્ટેટ વિજિલન્સની રેડ દરમિયાન વાઘોડિયા પીએસઆઈ એ.જી. પરમાર રજા પર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...