તંત્રના આંખ આડા કાન:વાઘોડિયામાં વિકાસપથ વિકાસના વાંકે ટલ્લે ચઢ્યો; ચોમાસું માથા પર છતાં રોડ બનાવવાના ઠેકાણાં નથી

વાઘોડિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામાં ધીરજ ચાર રસ્તાથી ડેપો સુધીનો વિકાસપથ રોડ. - Divya Bhaskar
વાઘોડિયામાં ધીરજ ચાર રસ્તાથી ડેપો સુધીનો વિકાસપથ રોડ.
  • ધીરજ 3 રસ્તાથી નારાયણ પેટ્રોલપંપ સુધીનો રોડ માત્ર કાગળ પર જ

વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તાથી વાઘોડિયા બસ ડેપોથી નારાયણ પેટ્રોલપંપ સુઘીનો વિકાસ પથ વર્ષોથી માત્ર કાગળ પર બનતો આવ્યો છે. પરંતુ છેલ્લા ચાર મહિનાથી રોડ પરના દબાણો દૂર કરાતા તાલુકાની જનતાને વિકાસપથની આશા બંઘાઈ હતી, પરંતુ ચોમાસુ માથાપર હોવા છતા કામગીરીની કોઈ હિલચાલ નહિ થતા લોકો નિરાશ બન્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ બંને સાઈડ પર રોડ અને વચ્ચે ડિવાઈડર પર સ્ટ્રીટ લાઈટના થાંભલા આવશે તેમ જણાવતા લોકો જોવા ઊત્સુક બની રહ્યા છે. ધીરજ ત્રણ રસ્તા અને ડેપો તરફના રોડપર પ્રવેશદ્વાર પણ બનાવાશે તેવી વાત પ્રજાને કરતા લોકો વિકાસપથની રાહ જોઈ રહ્યા છે.

વાઘોડિયા માર્ગ અને મકાનને પુછતા આ રોડનુ ટેન્ડરીંગ પાસ થઈ ગયુ છે.અને વર્ક ઓર્ડર પણ ઈશ્યુ થઈ ગયો છે. પરંતુ અઘિકારીઓનુ માનીએતો વાઘોડિયા ગ્રામ પંચાયતોની પાઈપ લાઈન લિકેજ હોવાના કારણે રોડના કામમા વિલંબ થઈ રહ્યો છે.કેટલીક જગ્યાએ ગટર લાઈનની અને પાણીની પાઈપ લાઈન પસાર કરવાની હોય એટલે કામ ખોરંભે ચઢ્યુ છે. ત્યારે ગ્રામ પંચાયતમા વહિવટદાર તરફથી આ કામગીરી કેટલા સમયમા પુરી કરવામા આવશે તેવા કોઈ સંકેત અત્યારે મડી નથી રહ્યા પરીણામે રોડની કામગીરી શરુ નહિ થતા દબાણો કરી ફરીથી ધીરેધીરે અડીંગો જમાવી ટ્રાફિક અડચણો ઊભી થઈ રહી છે છતા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.

માર્ગ અને મકાન વિભાગ વારંવાર દબાણ દૂર કરવાના નથી જે દબાણો અને ગેરકાયદેસર બાંઘકામો હતા તે પહેલાં જ દૂર કરી દીધાં છે છતાં ગ્રામ પંચાયતની નિષ્કાળજીથી ફરીથી દબાણો થશે તો લોકો માટે વિકાસપથ સપનુ બની રહે તો નવાઈ નહિ. થોડાજ દિવસો બાદ વરસાદ શરૂ થશે ત્યારે આ વિકાસપથના શ્રીગણેશ ક્યારે મંડાય છે. તેણી પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે.

જનતાના મતે વિકાસપથ શરુ થવો જોઈએ અને કદાચ ગ્રામ પંચાયતોની અધુરી કામગીરીને લઈ વિઘ્ન ઊભુ થાય તો તેને નોટીસ કે સખ્તીથી કામગીરી લઈ યોગ્ય પગલા ભરવા જોઇએ તેવી નગરજનોની માંગ છે. વર્ષોથી ગ્રામજનો વિકાસપથની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેનો અંત આવે તે માટે રાજકીય આગેવાનોએ પહેલ કરવી જરુરી છે તેમ પ્રજાનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...