વાઘોડિયા બજાર સમિતીની ચૂંટણી:વાઘોડિયા બજાર સમિતીની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલનો વિજય

વાઘોડિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીમાં કુલ 92% મતદાન નોંધાયું હતું

વાઘોડિયા ખેતીવાડી ઊત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચુંટણી ગત્ રોજ યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થતા સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. બુધવારે વાઘોડિયા APMC ખાતે સવારે સાડા નવ વાગે ચૂંટણી અધિકારી બી.બી.ભાભોર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી શરૂ કરાઈ હતી. જેના પરિણામો બે કલાક બાદ જાહેર કરાયા હતા. વાઘોડિયા ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીમાં કુલ 92% મતદાન નોંઘાયું હતું. જેમાં સહકારી ખરીદ વેચાણ મંડળી અને વેપારી વિભાગના કુલ છ ઊમેદવારો બીન હરીફ ચુંટાયા હતા.

એપીએમસીની સામાન્ય ચૂંટણીમા સહકાર પેનલમાંથી 10 જ્યારે ભાજપમાંથી ત્રણ ઉમેદવારોએ 10 બેઠકો માટે ચૂંટણી જંગે ચઢ્યા હતા. જેમાં એડીચોટીનું જોર લગાવતા ભાજપના ઉમેદવારોની ભુંડી હાર થઈ હતી, તો એપીએમસીના માજી ડિરેક્ટર નારણભાઈ પટેલનો ભવ્ય બહુમતીથી વિજય થયો હતો. જ્યારે ખંધાના જગદિશભાઈ પટેલ બીજા ક્રમાંકે ચૂંટાઈ આવ્યા હતા. વાઘોડિયા એપીએમસીમાં વર્ષ 2004થી સહકાર પેનલ શાસન જમાવતી આવે છે. જેમાં આ વખતની ચૂંટણીમાં પણ ખેડૂત સભાસદોએ સહકાર પેનલમાં વિશ્વાસ મુકી આખેઆખી પેનલને વિજેતા બનાવી હતી. જેના કારણે વાઘોડિયા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ (અમરેશ્વરપુરા), ભાજપના કિશાન મોરચાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ (વ્યારા) તથા સામાજિક આગેવાન નરેન્દ્રભાઈ પટેલ (વ્યારા)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂત સભાસદોએ ફરી એક વાર સહકાર પેનલને બહુમત આપી ભવ્યતાથી વિજય અપાવ્યો હતો. પેનલનો વાઘોડિયા એપીએમસીમાં દબદબો રહ્યો છે.

એપીએમસીના માજી ડિરેક્ટર અને સહકાર પેનલના બહુમતથી ચુંટાયેલ નારણભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના કામો માટે દિવસ રાત મહેનત કરી વિશ્વાસ કેળવ્યો છે. હજુ પણ ખેડુતોની કોઈ પણ સમસ્યા ઉકેલવા અમે તમામ ચૂંટાયેલ ઊમેદવારો સાથે રહી નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...