તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વાઘોડિયા ગ્રામ પંચાયતને વૈકુંઠધામ મોક્ષવાહિની અપાઈ

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડીયામાં આવેલ આર આર કેબલ કંપની દ્વારા વાઘોડીયા ગ્રામ પંચાયતને મોક્ષવાહિની અર્પણ કરવામાં આવી હતી. - Divya Bhaskar
વાઘોડીયામાં આવેલ આર આર કેબલ કંપની દ્વારા વાઘોડીયા ગ્રામ પંચાયતને મોક્ષવાહિની અર્પણ કરવામાં આવી હતી.
  • આર.આર. કાબેલ કંપનીના MDના સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ભેટ અપાઈ
  • મોક્ષવાહિનીની નિભાવણીની અને જાળવણીની જવાબદારી વાઘોડિયા ગ્રામ પંચાયત નિભાવશે

વાઘોડિયા ખંધા રોડ પર આવેલ ગોવિંદગીરી વેદ સંસ્કૃત વિઘ્યાલયના સંસ્થાપક ઊમાદેવી હાલમાં જ સ્વર્ગવાસ થતા તેવોના પુત્ર મહેશભાઈ કાબરાએ માતાના સ્મર્ણાર્થે વાઘોડિયા ગ્રામ પંચાયતને સ્મૃતી ચિન્હરૂપે મોક્ષવાહિની “વૈકુંઠ ધામ’ શ્રદ્ધા સુમન સાથે અર્પણ કરી હતી. વાઘોડિયા તાલુકાના તમામ વર્ગના નાગરીકોને સુવિધ્યાનો લાભ અંતીમયાત્રા સમયે ગમે તે ઋતુમાં મેડવી શકશે. “વૈકુંઠધામ” મોક્ષવાહિનીની નિભાવણીની અને જાડવણીની જવાબદારી વાઘોડિયા ગ્રામ પંચાયત નિભાવશે તેવી લેખીત બાંહેઘરી આપી હતી.

વાઘોડિયા અનાજ એશોશીએશન અને વેપારી આગેવાનોએ મેટેનન્સ, ડિઝલ અને આર્થીક સહાયની જયારે પણ જરૂર પડે ત્યારે પુરી કરવા તત્પરા બતાવી હતી. એમ.ડી મહેશભાઈ કાબરા તથા રાકેશભાઈ પટેલ સહિત વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, નિલેષભાઈ પુરાણી, શાન્તીલાલ રબારી સાથે વાઘોડિયા ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન, ડે.સ.કપીલાબેન, નિલમ નિગમ સહિત વેપારીઓ અને ગ્રામજનો ઊપસ્થીત રહ્યા હતા.

ગ્રામજનોએ પુષ્પગુચ્છ આપી મહેમાનોનુ સ્વાગત કર્યુ હતુ. વખતો વખત આરઆર કાબેલ ટાઊન અને ગ્રામ્ય વિસ્તારોમા પ્રજા માટે લોકસેવાનુ કાર્ય અવિરત કરે છે. અગાઊ પણ પ્રજાને સુવિઘ્યા ખાતર ઘરે ઘરે ડસ્ટબીન, સ્ટ્રીટ LED લાઈટ આપતા રહ્યા છે. કંપનીના એમડી મહેશભાઈ કાબરાએ મોક્ષવાહિની ગ્રામજનોની હાજરીમા વા.ગ્રા. સરપંચ લક્ષ્મીબેનને અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...