તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાઘોડિયાની અપહૃત સગીરાને પોલીસ રાજસ્થાનથી શોધી લાવી

વાઘોડિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગેડુ મુકેશ મડીયા અગાઉ અપહરણના કેસમાં 3 વર્ષની સજા કાપી ચૂક્યો છે
  • જુદી જુદી જગ્યાએ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો સગીરાએ ઘટસ્ફોટ કર્યો

વાઘોડિયા તાલુકાના એક નાનકડા ગામમા ડ્રાઈવર તરીકેની નોકરી કરતો પરપ્રાંતીએ ફળીયામાંથી સગીરાનુ અપહરણ કરી ભગાડી જતા સગીરાના માતાપિતાએ વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાવી હતી. વાઘોડિયા તાલુકાના એક ગામમા મુકેશ બદ્રુભાઈ ઊર્ફે માનસીંગ મડીયા (માલ) (30) રહે. કરમલીયા, તા.કુશલગઢ, જિ. બાંસવાડા, રાજસ્થાનનો ઈસમ અહી રહી ડ્રાઈવર તરીકેની નોકરી કરતો હતો. તેના ફળીયામા રહેતી 15 વર્ષની કિશોરી પર મુકેશે દાનત બગાડી તેને પ્રેમજાલમા ભોળવી લગ્ન કરવાના ઈરાદે તારીખ 26 મેના રોજ રાત્રીના સમયે સગીરાના વાલીપણામાંથી પોતાની સાથે ભગાડી ગયો હતો.

15 વર્ષની સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જતા સગીરાની માતાએ દિકરી ગુમ થયા અંગે વાઘોડિયા પોલીસમાં ફરીયાદ કરી હતી. ફરીયાદના આઘારે તપાસ કરતા આરોપીનું પગેરુ રાજસ્થાનથી મળી આવતા વાઘોડિયા પોલીસ રાજસ્થાન પહોંચી હતી. રાજસ્થાન કુશલગઢના દેવકા ગામ નજીકથી સગીરા મળી આવી હતી. પરંતુ આરોપી મુકેશ મડી આવ્યો ન હતો. સગીરાને વાઘોડિયા લાવ્યા બાદ તેની પુછપરછ મહિલા પોલીસે આરંભી હતી.

સગીરાને ભગાડી જનાર મુકેશ મડીયા રંગીન મિજાજનો હોવાના કારણે અગાઊ પણ લહેણાવાટથી છોકરી ભગાડવા મુદ્દે ત્રણવર્ષ બાંસવાડા (રાજસ્થાન)ની જેલમા સજા કાપી ચુક્યો છે. 15 વર્ષની સગીરાનુ અપહરણ કર્યા બાદ મુકેશે લગ્નની લાલચે સગીરાને જુદિ જુદિ જગ્યાએ લઈજઈ બાળાત્કાર ગુજાર્યા હોવાનો ઘટસ્ફોટ વાઘોડિયા પોલીસને સગીરાએ કર્યો હતો. ભોગ બનનાર સગીરાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. ફરાર મુકેશ વિરુદ્ધ વાઘોડિયા પોલીસે ગુન્હો નોંઘી તેને શોઘવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...