અચોક્કસ મુદતની હડતાળ:વાઘોડિયા તા. પંચા.ના IRD મહેકમ વિભાગના કર્મીઓ હડતાળ પર જશે

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ
  • 6 કર્મચારીઓ પગાર વધારો સહિતની માંગને લઈ સોમવારથી હડતાળ કરશે

વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે આઈ આર ડી મહેકમ વિભાગના આશરે 6 કર્મચારીઓ પોતાની માગને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર સોમવારથી ઊતરવાના છે. ગ્રામવિકાસ વિભાગના-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ કરાર આધારિત ફરજ બજાવતા આશરે 6 જેટલા કર્મચારીઓની ઘણા સમયથી માંગણી હતી કે પગાર વધારો આપવામાં આવે અને અન્ય માંગણીઓ ઉપરાંત ‘સમાન કામ સમાન વેતન’ એ બંધારણીય અધિકાર હોવા છતા તેવોની માંગણીઓ ઉપર સરકાર દ્વારા કોઈ જ ધ્યાન આપવતુ નથી. જે ખરેખર અયોગ્ય કહેવાય.

રાજ્યના તમામ જિલ્લાના પ્રતિનિધિઓનું એક મંડળ તા: 28/6/2022ના રોજ ગ્રામવિકાસ મંત્રી અને કમિશનરને અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને મળીને આવેદન પત્ર આપવામાં આવેલ હતું. અને જો આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો તેવો તમામ તા. 8 જુલાઇથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવા વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારીને આવેદન પત્ર આપ્યુ હતુ. જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુંધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા આવેદન પત્રમા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...