તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાઘોડિયા MGVCLને 24 કલાક વીજપુરવઠો આપવા રજૂઆત કરાઈ

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા MGVCLને  ચોવીસ કલાક વીજપુરવઠો આપવા રજુઆત કરી કરવામાં આવી હતી. - Divya Bhaskar
વાઘોડિયા MGVCLને ચોવીસ કલાક વીજપુરવઠો આપવા રજુઆત કરી કરવામાં આવી હતી.
  • ચોમાસામાં વીજપુરવઠો અવિરત મળે તેવી માગ કરાઈ

વાઘોડિયા એમજીવીસીએલ કચેરીએ તાલુકા જિલ્લા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધીઓએ પહોંચી વરસાદની ઋતુમાં ખોટકાયા વિના વીજપુરવઠો અવિરત મળે તે માટે માંગ કરી હતી. વાઘોડિયામા ગોરજ પટ્ટી પર પસાર થતી વિજ લાઈન આશરે 180 કિમી લાંબી છે. માત્ર એક ફિડર પર આવેલ હોય આ લાઈનમા વરસાદ દરમ્યાન નાનો સરખો ફોલ્ટ થતા આશરે 40 ઊપરાંત ગામોમા અંઘારપટ છવાઈ જાય છે. ટાઊનમાં પણ લો કે હાઈ વોલ્ટેજના કારણે ઈલેકટ્રોનિક ઊપકરણોને ભારે નુકશાન થાય છે.

વારંવાર ટ્રીપીંગના કારણે સરકારી કચેરીઓ સહિત વેપાર ઘંઘાને પણ અસર પહોંચે છે. કેટલાક ગામોમા લાઈટ નહિ આવતા પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે. માડોધર રોડ વિસ્તારની સોસાયટી અર્બનમા હોવા છતા તેનો વિસ્તાર રુરલમા આવતો હોય જેજીવાયની લાઈન અપાય છે. ટ્રી ટ્રીમીંગ નહિ કરાતા વિજડુલનો સામનો ગ્રાહકોને કરવો પડે છે.

જેથી આ સમસ્યાની રજુઆત સૌરભ પટેલ ઊર્જામંત્રીને સુર્યોદય યોજના વખતે કરી હતી અને તેવોએ અઘુરા કામ પુર્ણ કરવી આપવાની બાંહેઘરી પણ આપી હતી. પરંતુ ટેકનીકલ રિતે આ તમામ કામોનુ એપ્રૂવલ નહિ બનતા અધુરા પડ્યા છે. વર્ષ 2018થી MGVCL પાસે પુરતા લાઈનમેન પણ નથી, ફિડરો વઘારવાના છે. કેટલીક જગ્યાઓએ વિજપોલ ઊભા કરી સ્વીચ કરી રૂટ ડાયવર્ડની કામગીરી કરવામા આવે તો પણ સમસ્યા હલ થાય તેમ છે. લોકપ્રશ્નોને વાચા આપવા ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવે ભલામણ પત્ર લખી કરી છે.

જિલ્લા પંચાયતના નિલેષભાઈ પુરાણી, તાલુકા સદસ્ય શાન્તીલાલ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સોસાયટીના આગેવાનોએ રજુઆતને સમર્થન આપી હાજર રહ્યા હતા. તો આગેવાનોએ ટ્રી ટ્રીમિંગની કામગીરીમા સહકાર આપવા વનવિભાગની મદદ માંગી હતી. વિજપુરવઠો રાબેતા મુજબ મળી રહે તે માટે તમામ લાગતા વડગતા અઘિકારીઓનો સંપર્ક કરી ગામને વિજ સુવીધા પુરી પાડવા બનતો તમામ પ્રયાસ કરવાની તૈયારી બતાવી હતી. MGVCL વાઘોડિયાએ રજુઆત સાંભળી ઊપરના અઘિકારીઓના માર્ગદર્શન હેઠળ વહેલામા વહેલી તકે વિજપુરવઠો અવીરત મળે તેવો પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...