તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:વાઘોડિયા, જરોદ અને ગોરજ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે

વાઘોડિયા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઉમેદવારો સાથે રેલી યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. - Divya Bhaskar
વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઉમેદવારો સાથે રેલી યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા.
 • શનિવારે તા.પં. બેઠક પર કુલ 83 જ્યારે જિ.પં.ની બેઠક માટે 22 ફોર્મ ભરાયાં

વાઘોડિયા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરાયાં હતા. કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા હતા. વાઘોડિયા, જરોદ, અને ગોરજ બેઠક પર ત્રિપાંખયો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસના ટિકિટ વારછુઓને ટિકિટ કપાતાં પોતાના પક્ષો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. શનિવારે મહાસુદ બીજનાં પાવન પર્વ પર વિજય મુહર્તમા ભાજપ, કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યા હતા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના જિલ્લા તેમજ તાલુકાના ઉમેદવારો સાથે રેલી યોજી હતી. ખંધા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિરે લઈ રેલી કાઢી હતી.

ભાજપના બેનરો લઈ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મઘુ શ્રીવાસ્તવ, દીપક શ્રીવાસ્તવ, નિલમ નિગમે વાઘોડિયાની જિલ્લા પંચાયતની બેઠકના મેદવારનીલેશપુરાણીતથા તાલુકાનાઉમેદવારો સાથેધા રાસભ્યની આગેવાનીમા શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. કુલ મળી શનિવારે તાલુકા પંચાયત બેઠક પર રાજકીય અને અપક્ષ મળી 83 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જયારે જિલ્લા પંચાયતની 4 બેઠક માટે કુલ 22 ફોમ ભરાયા હતાં. ​​​​​​​તેવીજ રીતે વાઘોડિયાની જિલ્લા પંચાયતની બેઠક પર અપક્ષના જય જોષીએ બાઈક રેલી કાઢી ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે જરોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના રાજેન્દ્રભાઇ પટેલ તથા કોંગ્રેસના દિલીપભાઈ ભટ્ટ તેમજ ભાજપના નારાજ ઉમેદવાર મયુદીનભાઈએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેવીજ રીતે ગોરજ સીટ પર ભાજપના કલ્પનાબેન પટેલ તથા કોંગ્રેસના હંસાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ગોરજ સીટ પર કોંગ્રેસથી નારાજ સરિફખાન વાઘેલાની ધરમપત્નિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ત્રીપાખયો ચૂંટણી જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો