નિમણૂક:વાઘોડિયા APMCનું પ્રમુખપદ ત્રીજીવાર ઠાકોર મામાને સોંપાયું, ઉપાધ્યક્ષ તરીકે મહેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા

વાઘોડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેન્દ્રસિંહ પરમાર-ઉપાધ્યક્ષ, ઠાકોરભાઈ પટેલ- અધ્યક્ષ (ડાબેથી) - Divya Bhaskar
મહેન્દ્રસિંહ પરમાર-ઉપાધ્યક્ષ, ઠાકોરભાઈ પટેલ- અધ્યક્ષ (ડાબેથી)

વાઘોડીયા ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રસ અને ભાજપ પ્રેરીત સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. જેમાં બધા જ 16 ડાયરેક્ટર સહકાર પેનલમાં ચૂંટાઈ આવ્યા હતા. જેથી બજાર નિયંત્રણ ધારા મુજબ અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષની ચૂંટણી સહકારી મંડળી વડોદરા તરફથી બુધવારે યોજાઈ હતી. જેમાં સહકાર પેનલના ઠાકોરભાઈ હરિભાઈ પટેલ (મામા) બિનહરીફ ચૂંટાઈ આવતાં તેમની અધ્યક્ષ તરીકે ત્રીજીવાર નિમણૂક કરાઇ હતી.

જ્યારે ઉપાધ્યક્ષ તરીકે મહેન્દ્રસિંહ શિવસિહ પરમારને અઢી વર્ષ માટે ચૂંટાયા હતા.વાઘોડિયા સહકારી મંડળીઓના પ્રમુખો તથા મંત્રીઓ અને મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ સહકાર પેનલ ઉપર વિશ્વાસ કરી બીજી વખત વિજય અપાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...