તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વાઘોડિયા તાલુકામાં રસીકરણ જાગૃતિ અભિયાન રથ

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ વેક્સિન અંગેની ગેરમાન્યતા દૂર કરવા માટે આયોજન કરવામાં આવ્યું
  • 10 દિવસ તાલુકાના તમામ ગામોમાં ફરી લોકોમાં જાગૃતિ લાવશે

વાઘોડિયા ગ્રામ્યક્ષેત્રે રસીકરણ અંગે ખોટી માન્યતા દુર કરી લોકોને કોરોના વેક્સીન અંગે જાગૃત કરવા CSPC અને વોલ્ટાસ કંપનીને ટાટા ટ્રસ્ટ હેઠળ જનજાગૃતી અંગે કામગીરી શરુ કરી છે. વાઘોડિયા તાલુકા હેલ્થ ઓફિસર કચેરીના સૌજન્યથી પ્રોગ્રામ કોર્ડીનર ઈશ્વર પીરાડીયા, સી.મેનેજર ઊદય ગાયકવાડ અને તેવોની ટીમે વાઘોડિયા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે જનજન સુઘી લોકો કોરોના વેક્સિન લે અને તે સુરક્ષીત છે. કોરોના વેક્સીનથી કોરોનાના સંક્રમણથી થનાર ગંભીર પરીણામોને દુર કરી શકાય છે. પોતે અને પરીવાર માટે કોવીડ વેક્સિન લેવી ખુબ જ જરુરી છે.

તેવો સંદેશ જનદન સુઘી પહોંચાડી લોકોમા રસીઅંગે જાગૃતી લાવી વેક્સીન સેન્ટર પર લોકો જાય અને વેક્સિન લે તેમાટે પોસ્ટરો, બેનરો સાથે કોરોના રસીકરણ જનજાગૃતી અભીયાન રથ તૈયાર કરાયો હતો. જે 10 દિવસમા તાલુકાના તમામ ગામોમા ફરી લોકોમા જાગૃત લાવશે. સાથે જ સોશ્યલ ડિસ્ટંન્સ, માસ્ક અને વારંવાર સાબુથી હાથ ઘોવા અંગેની સમજ આપનાર છે. ગ્રામ પંચાયતો પર નાની ફિલ્મો ઘ્વારા દર્સાવી લોકોમા જાગૃતી લાવવાનો પ્રયાસ શરુ કરાયો છે.

આ રથનુ પ્રસ્થાન વાઘોડિયા પ્રા. આરોગ્ય કેન્દ્રપરથી વડોદરા જિલ્લા આરોગ્ય સમીતીના ચેરમેન નિલેષભાઈ પુરાણીના હસ્તે લીલી ઝંડી આપી કરાયુ હતુ. જોકે ગ્રામ્યપ્રજા મા ભ્રાંતી છેકે વેક્સીન લેવાથી લોકોના શરીર પર વિવિઘ વસ્તુઓ ચોંટી જાય છે. અને તેથી જ ભોળી ગ્રામીણ પ્રજા ભયના કારણે રસીથી દુર રહે છે. જે એક ખોટી માન્યતા છે. આવી કોઈ ગેરમાન્યતામા પ્રજાને દોરાવુ નહિ અને ત્રીજી લહેર આવે તે પહેલા તમામ લોકોએ કોરોના વેક્સીન અવશ્ય લેવી તે પ્રકારની સમજ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...