તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિફોર્મનું વિતરણ:વાઘોડિયા તાલુકાની 175 આંગણવાડીમાં 5210 બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડીયા આંગણવાડીના ભુલકાઓને  ધારા સભ્ય દ્વારા ગણવેશ વિતરણ કરવામાં આવ્યુ. - Divya Bhaskar
વાઘોડીયા આંગણવાડીના ભુલકાઓને ધારા સભ્ય દ્વારા ગણવેશ વિતરણ કરવામાં આવ્યુ.

રાજ્ય સરકાર તરફથી આંગણવાડીમા આવતા બાળકોને વિનામુલ્યે આવર્ષે બેજોડી ગણવેશ વિતરણ કરવાની જાહેરાત અતર્ગત વાઘોડિયા આઈસીડીએસના ઈ.સીડીપીઓ દક્ષાબેન ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા તેમજ જિલ્લાના સદસ્યો સાથે આંગણવાડીની બહેનો ગણવેશ વિતરણ કાર્યક્રમમા હાજર રહ્યા હતા.

વાઘોડિયા તાલુકાની 175 જેટલી આંગણવાડીમાં 5210 બાળકોને ઘરે જઈ આગણવાડી બહેનો યુનીફોર્મ વિતરણ કરાશે. ગણવેશ વિતરણ કાર્યક્રમમા નિલમ નિગમ અને ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવના હસ્તે આંગણવાડી બહેનોની ઊપસ્થીતીમા લાભાર્થી ભુલકાઓને ગણવેશ વિતરણ કરાયો હતો.

કોરોના કાળમા આગણવાડીમા કામ કરતી બહેનો આંગણવાડીમા સરકારના આદેશ મુજબ બાળકોને હાલ બેસાડવામા આવતા નથી. જેથી આવા બાળકોને સરકાર તરફથી ઘરે ઘરે પોષક આહાર, સગર્ભા બહેનો અને ઘાત્રી માતાઓને માતૃશક્તી આહાર, અને છથી ત્રણ વર્ષના બાળકોને બાળશક્તી તેમજ તરુણીઓને પુરણ શક્તી આહાર પહોંચાડવામા આવતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...