તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જરોદ પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા

વાઘોડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા - હાલોલ રોડ પર હોટલ પાસેની ઘટના
 • ડીઝલ, ટેન્કર સહિત 5,01,050નો મુદ્દામાલ જપ્ત

વાઘોડિયા પોલીસે વડોદરા હાલોલ રોડ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાત્રે 9 વાગ્યાની આસપાસ પોલીસને બાતમી મળી હતી કે રિલીઝ હોટલ પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી થઈ રહી છે. આ બાતમીના આઘારે પોલીસ રિલીઝ હોટલ પાસે પહોંચી હતી. ત્યારે ટેન્કરના ડ્રાઇવર રાજેન્દ્રકુમાર અમરસિંહ રાઠોડ (23) રહે. લિંબોદર, વાઘનલા ફળીયુ, તા. લીમખેડા, જિ. દાહોદ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર રહે. દહિખોટ, પટેલ ફળીયુ, તા. દેવગઢબારીયા, જિ. દાહોદાનાઓ રિલીઝ હોટલ પાસે ટેન્કર ઊભું રાખી ડિઝલ ટાંકીમાંથી ગાડીના માલિકની જાણ બહાર રસ્તામાં ડીઝલ કાઢી પ્લાસ્ટિકના કારબામાં આશરે 15 લીટર ડીઝલ જેની કિંમત 1050ની ચોરી કરી કરતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેન્કરની કિંમત 5 લાખ સાથે કુલ મુદ્દામાલ 5,01,050 કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો