તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:માડોધરની મહાદેવ ટાઉનશિપમાં ચાંદી-રોકડ સહિત 1.50 લાખની ચોરી

વાઘોડિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના અન્ય CCTVમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિઓ વિશે તપાસ શરૂ
  • સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમ સમયે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો

વાઘોડિયાના માડોધર ગામે આવેલ મહાદેવ ટાઉનશિપમાં રાતે 9 વાગ્યાના આરસામાં ચોરી થયાની બૂમો ઉઠતા ચકચાર મચી હતી. મહાદેવ ટાઉનશિપમાં અજયભાઈ ભરતભાઈ ઓડના મકાન નં.109મા પરિવાર જમી પરવારી ઘર બહાર બેઠો હતો ત્યારે સંબંધીનો ફોન આવતા ભરતભાઈ વાતોએ ચઢ્યા હતા. પુત્રવધુ પિયર, અજય પણ સોસાયટીમાં લટાર મારવા નિકળ્યો હતો. કૃષ્ણજન્મ હોવાથી 8 વાગે મટકીફોડના કાર્યક્રમમાં હતા. લગભગ નવેક વાગે ઘર બહાર બેઠેલા ભરતભાઈને તરસ લાગતા અજય પાસે પાણી માંગ્યુ હતું. અજય મકાનનો દરવાજો ખોલવા જતા અંદરથી દરવાજો બંધ લાગતા નવાઈ પામ્યો હતો.

તેજ સમયે તસ્કરો ધાબા પરથી ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદરથી મકાન બંધ કરી તિજોરીનો દરવાજો તોડી ચાંદીના દાગીના, સિક્કાઓ અને રોકડ રૂપિયા મળી આશરે 1.50 લાખની મત્તા ચોરી પલાયન થયા હતા. દરવાજો ખોલી અંદર પ્રવેશતા જ તિજોરીમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ચાંદીની લક્કી, જુડા અને ચાંદીના જૂના સિક્કાઓ ગાયબ હતા. ઘરમાલિકે બૂમરાણ મચાવતા ગામ લોકો ઘટનાસ્થળે ઉમટ્યા હતા. ચોરીની ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોકે સમગ્ર ચોરીની ઘટના પૂર્વ આયોજીત હોઈ કોઈ શખ્સ દ્વારા મકાન પાછળ સોસાયટીના સીસીટીવી કેમેરાની પીન બપોરના 2 વાગે જ કાઢી નાંખેલ હતી. બાદ સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમ સમયે ચોરીને અંજામ અપાયો હતો. કોઈ જાણભેદુ દ્વારા ચોરીને અંજામ અપાયો હોવાની શંકા સોસાયટીના રહીશો સેવી રહ્યા છે. જોકે સોસાયટીના અન્ય સીસીટીવી કેમેરામાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિઓ વિશે તપાસ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...