તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વાઘોડિયાના સાંકરીયાના ફાર્મમાં રાત્રે દાગીના અને રોકડની ચોરી

વાઘોડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો મકાન પાછળની ગ્રીલ ખોલી કરવતથી દરવાજો કાપી પ્રવેશ્યા
  • સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ 1,46,800ની મતાની ચોરી થઈ

વાઘોડિયાના સાંકરીયા ગામે જયમાતાજી ફાર્મ પરથી તસ્કરોએ સોનાચાંદિના દાગીણાં તેમજ કપડાલતા સાથે રોકડ ઊઠાવી તિજેરી સાફ કરી ગયા હતા. સવારે મકાન માલીકને જાણ થતા ચોરી અંગે પોલીસ ફરીઆદ નોંઘાવી હતી.

સાંકરીયા ગામે ખેતરમા પશુઘન સાચવવા તબેલો અને મકાન બાંઘી રહેતા રમણભાઈ બેચરભાઈ પરમાર ખેતી અને પશુપાલન કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. પશુપાલન માટે ખેતરમાં જ જય માતાજી ફાર્મ બનાવી પોતાના પરિવાર સાથે રહે છે. ગતરાત્રીના સમયે પરિવાર જમી પરવારી ગરમી અને ઊકડાટના કારણે ઘર બહાર આંગણામા સુતો હતો. ત્યારે રાત્રી દરમ્યાન તસ્કરો મકાન પાછળ આવેલ લોખંડની ગ્રીલ ખોલી લાકડાનો દરવાજો કરવતથી કાપી નચુકો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલ તિજોરીના દરવાજા ખોલી સોના ચાંદીના ઘરેણા રોકડ તેમજ સાડી અને કપડા સાથે જરૂરી ડોક્યુમેન્ટીની સુટકેસ લઈ તસ્કરો ફરાર થયા હતા.

ચોરીની ઘટનાથી અજાણ આખો પરિવાર વહેલી સવાર સુઘી મીઠી નીંદરમા સુતો હતો. સવારે નિત્યક્રમ મુજબ પશુપાલનની ચાકરી માટે રાખેલ ચાકર ઢોરોનું દુઘ કાઢી ઘરની પાછળના દરવાજે દૂધ મુકવા જતા દરવાજો તુટેલો જોતા તેને શંકા ઊપજી હતી. નિંદર માણતા માલીકને જગાડી પોતાની શંકા વ્યક્ત કરી હતી. ધર માલીકે તરત જ પરિવારને જગાડી ધર અંદર તપાસ કરતા બંન્ને રૂમની તિજોરીના દરવાજા અને લોકરો ખુલ્લા હતા. ઘરમા સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. તિજોરીના લોકરમા મુકેલ ચાંદિના છડા નંગ.5, કિં 40,000 તથા સોનાની બુટ્ટી નંગ 5, કિં. 41000 તથા ચાંદિની લક્કી અને જુડો, કિ. 6500 તથા સોનાનુ પેન્ડલ કિ. 3500 તથા સોનાની જડ, કિ. 4800 તથા રોકડ 50000 સાથે કુલ મડી 1,46,800નો મુદ્દામાલ ચોરી થયેલ હતો.

ગ્રામજનો અને પરિવારે ઘરથી થોડે દુર ખેતરમા તપાસ કરતા તુટેલી સુટકેસ મડી આવી હતી. જેમાં સાડી કપડા તથા જરુરી ડોક્યુમેન્ટ તસ્કરો છોડી ગયા હતા. પરિવારે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળનુ નિરીક્ષણ કરી રમણભાઈ પરમારની ફરીઆદના આઘારે તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંઘી જરુરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...