તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુસ્કર્મ:વાઘોડિયાની સગીરા સાથે યુવકે પ્રણયફાગ ખેલી ગર્ભવતી બનાવી

વાઘોડિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માડોધરના ગૌરવ માનસીંગ ડોડીયાની ધરપકડ
  • યુવક વિરદ્ધ એટ્રોસિટી, પોસ્કો અને બાળાત્કારનો ગુનો

વાઘોડિયામા રહેતી એક ગરીબ સગીરા પરિવારને મદદ કરવા કોરોનાની કપરી સ્થિતિમાં જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરવા જતી હતી. તેવા સમયે તેની સાથે શાળામાં અભ્યાસ કરતો માડોધર ગામનો ગૌરવ માનસીંગ ડોડીયા(20) સંપર્કમાં આવ્યો હતો. યુવાન પોતે ફાઈનાન્સ કંપનીના હપ્તા ઊઘરાવવાનુ કામ કરતો હતો. તેથી દિવસ ભર અહિ તહિં કામ અર્થે નિકળવાનું બનતાં જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતી સગીરા સાથે નિકટતા સઘાઈ હતી. સગીરા સાથે મોબાઈલથી વારંવાર વાતચીત થતા યુવક સગીરાને મળવા બોલાવતો હતો.

યુવક સગીરાને બપોરે લંચના સમયે કંપની પરથી મળવાના બહાને ગેસ ઓથોરિટી પાછળની ઝાડીઓમાં લઈ જઈ શરીર સુખ માણતો હતો. વારંવાર શારીરિક સંબંધોનો સિલસિલો યથાવત્ રહેતા સગીરા ગર્ભવતી બની હતી. એક દિવસ સગીરાને વારંવાર વોમિટીંગ થતા પરિવાર વાઘોડિયા પાસે આવેલી હોસ્પીટલ લઈ ગયો હતો.

જ્યાં ડૉક્ટરોએ સોનોગ્રાફી કરતાં ત્રણ માસનો ગર્ભ સગીરાને હોવાની વાત કરતાં માતાએ દીકરીને પૂછતાં તેણે સઘળી હકીકત માતાને કહી સંભળાવી હતી. જેથી પરિવારે પોતાની સગીર પુત્રી ( 17.6 વર્ષ )ને પટાવી ફોસલાવી વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એટ્રોસિટી, પોસ્કો અને બાળાત્કારનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી વઘુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...