લોકોને ભારે મુશ્કેલી:અમરેશ્વરપુરા - ભણીયારા વચ્ચેના રોડની અધૂરી રહી ગયેલી કામગીરી રૂ. 1.60 કરોડના ખર્ચે પુન: શરૂ કરાઈ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.5 કિમી ડામર રોડ ખખડધજ બનતા લોકોને અવરજવરમાં પડતી ભારે મુશ્કેલી

વાઘોડિયાના અમરેશ્વરપુરા - ભણીયારાના 4 કિમી લાંબા અધુરા રોડનુ કામ રૂા. 1 કરોડ 60 લાખના ખર્ચે ફરીથી શરુ થતા આ વિસ્તારના લોકોમા આનંદની લાગણી વ્યાપી હતી. ભણીયારાથી અમરેશ્વરપુરાનો 4.5 કિમી ડામર રોડ ઠેઠેકાણેથી ખખડધજ બનતા સ્થાનિકોને અવરજવર કરવી મુશ્કેલ બની હતી. આ રોડ પર નિમેટાથી મંજુસર, સાવલી નોકરીએ જતા યુવાનો માટે જોખમી બન્યો હતો.

જેને લઈ ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરતા થોડા મહિના પહેલા રોડની સાઈટ સોલ્ડરીંગ કરી કામ પડતુ મુકાયુ હતુ. જેને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ થોડા દિવસો ઊપર ગામલોકો સાથે ચક્કાજામ કરવાની ચિમકી ઊચ્ચારી હતી. જે બાદ રાજકારણ ગરમાયુ હતુ. અઘુરા રોડની કામગીરી પુરી કરવા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગુરુવારે અમરેશ્વરપુરા ગામે ખાત મુહૂર્ત કરી 4.5 કિલોમીટરનો રૂા. 1 કરોડ 60 લાખના ખર્ચનો ડામર રોડ મંજુર કરાવી 10 જુન સુઘી પુરી કરાવી આપવાની ખાત્રી સાથે કામગીરી શરૂ કરાવી હતી.

રોડની કામગીરીમા વિલંબ થવાનું કારણ આપતા મધુ શ્રીવાસ્તવે છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી અને ક્વોરીની હડતાલ તેમજ ડામરની ગુણવત્તા ફેરના પગલે મોટા ભાગના રોડ રસ્તાના કામો ઠપ્પ થયા હોવાનુ જણાવ્યુ હતુ. સાથેજ વિરોઘીઓએ ખોટા આક્ષેપ કરી મને અને સરકારને બદનામ કરવા માટે રોડનો મુદ્દો બનાવી મારીપર આક્ષેપ લગાવી મિડીયા સમક્ષ સસ્તી પ્રસિધ્ધી મેળવવાનુ સ્ટંટ હોવાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...