તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતદેહો લાપતા:રામપુરા નર્મદા કેનાલમાં ડૂબેલા બે યુવાનોનો બીજા દિવસે પણ પત્તો નહીં

વાઘોડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાઘોડીયાના રામપુરાની કેનાલમાં ફાયર બ્રીગેડે બીજા દિવસે શોઘખોળ કરી છતા યુવાનોનો કોઈ પત્તો મળ્યો ન હતો. - Divya Bhaskar
વાઘોડીયાના રામપુરાની કેનાલમાં ફાયર બ્રીગેડે બીજા દિવસે શોઘખોળ કરી છતા યુવાનોનો કોઈ પત્તો મળ્યો ન હતો.
 • વડોદરાના 3 યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા આવ્યા હતા

વાઘોડિયા તાલુકાના આજવા- રામપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમા વડોદરાના બે યુવાનો ડૂબતા બીજા દિવસે પણ ફાયર બ્રીગેડે કેનાલ ખૂંદી વળ્યા છતાં પણ લાપત્તા યુવાનોનો કોઈ જ પત્તો લાગ્યો નથી.

વાઘોડિયા ના આજવા-રામપુરા વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં વડોદરા કલાલી ફાટક પાસે આવેલ ગોકુલ નગરમાં રહેતો ભાવેશ નટુભાઈ પરમાર ( ઉ.18)અને રાજેશ ઊર્ફે કાળુ ઈશ્વરભાઈ માડી ( ઉ.27) પોતાના મિત્ર રાજા સકલીન શેખ રિક્ષામા બેસી ત્રણે મિત્રો તાડફળીનો ઓડૅર આપવા તાડોના વનમા ગયા હતા. ત્યાંથી પરત રિક્ષા લઈ આવતાં રામપુરા પાસેની નર્મદા કેનાલ પાસે રિક્ષા થોભાવી હાથપગ ધોવા ભાવેશ કેનાલમા ઊતર્યો હતો.

લીલના કારણે પગ લપસતાં ભાવેશ પાણીમાં ડુબવા લાગ્યો હતો. તેને જોઈ તેનો બીજો મિત્ર રાજેશે ઉર્ફે કાળુ મિત્રને બચાવવા પાણીમા જંપલાવ્યુ હતુ.પરંતુ તે પણ કેનાલના ઘસમસતા પ્રવાહમા તણાઈ ડુબવા લાગ્યો હતો.રિક્ષામાંથી ઊતરેલા સકલીને આ દ્રશ્ય જોતા તે પણ બચાવો બચાવોની મદદ માટે કેનાલપર બુમો પાડવા લાગ્યો હતો.પરંતુ જોતજોતામા બંન્ને ઊંડા પાણીમા ગરકાવ થઈ ગયા હતો. આ ઘટનાની જાણ આજવા ઓપીને કરતા પોલીસે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગણતરીના કલાકોમાં વડોદરા ફાયર બ્રિગેડના જવાનો આવી જતાં બોટની મદદથી શોઘખોળ હાથ ધરાઇ હતી, પરંતુ પાણીનો પ્રવાહ અને અંઘારાના કારણે બચાવ કામગીરી મોડી રાતે પડતી મુકી બીજા દિવસે ફરીથી શોઘખોળ શરૂ કરાઈ હતી.

ઘટનાના 20 કલાક બાદ પણ આ લખાય છે ત્યાં સુઘી કેનાલમાં ડૂબેલા યુવાનોનો પત્તો ફાયર બ્રિગેડ લાગાવી શક્યા નથી. યુવાનના સાથી મિત્રો બીજા દિવસે પણ કેનાલ પર ઊમટી પડ્યા હતા. પરિવારનુ કહેવું છે કે કેનાલમાં પાણીનો પ્રવાહ બંઘ કરાયો હોત, તો અમોને બોડી મળી ગઈ હોત. હવે ચોવીસ કલાક પુરા થાય અને કેનાલમાં બોડી તરતી દેખાય તો જ અમને બોડી મળે તેમ છે. જોકે કેનાલમાં પાણીનો પ્રવાહ જોતા સ્થાનિકોનુ માનવું છે કે કેનાલમાં બોડી દુરદુર સુઘી તણાઈ ગઈ હશે. અથવા તો પાણી બંઘ થયે ગેટ પાસે મળવાની આશા સેવાઈ રહિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો