રજૂઆત:વાઘોડિયાના સરપંચોની રજૂઆતને લઈ તાલુકા વિકાસ અધિકારીને હટાવી લેવાયાં

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવનિયુક્ત મહિલા ટીડીઓ કાજલ આંબલીયા સોમવારથી ચાર્જ સંભાળશે

વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારી તુલસીભાઈ ઠક્કર મનમાની કરતા સરપંચોની નારાજગી સામે આવી હતી. માત્ર સરપંચોજ નહિ લોકો દ્વારા ચુટાએલા જન પ્રતિનીઘીઓ, ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના ચુટાએલ સદસ્યો અને જિલ્લા પંચાયતના પ્રતિનીઘીની વાત અઘિકારી નહિ સાંભડતાનો આક્ષેપ ટીડીઓ પર લાગતા 67 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોએ ભેગા મળી મધુભાઈ શ્રીવાસ્તવને રુબરુ લેખીતમા રજૂઆત કરી હતી. જનપ્રતિનીઘીના મોરચા સંદર્ભે અઘિકારીની બદલી કરવાનો સરપંચોને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખાત્રી આપ્યા બાદ તાત્કાલીક ગાંઘીનગર ખાતે દોડી જઈ સરકારમા રજૂઆત કરી હતી.

તાલુકા વિકાસ અઘિકારી ગ્રામ પંચાયતોના વિકાસના કામોમા બાઘા ઊભી કરી રોડ, રસ્તા, ગટર લાઈનના જેવા મહત્વના પૂર્ણ કરેલા કામોની ફાઈલો પર સહિ નહિ કરતા હોવાના આક્ષેપો સરપંચોએ લગાડ્યાની રજૂઆત કરતા તાત્કાલીક અસરથી વાઘોડિયાના તાલુકા વિકાસ અઘિકારી તુલસી ઠક્કરને હટાવી તેના બદલે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંઘીનગરના પરિપત્રથી નવનિયુક્ત મહિલા તાલુકા વિકાસ અઘિકારી કુ. કાજલ નાગજીભાઈ આંબલીયાની વરણી કરાઈ છે. જે સોમવારથી વાઘોડિયામા ચાર્જ સંભાડશે. જોકે વાઘોડિયા તાલુકા પંચાયત હોલમા સોમવારે સરપંચો સહિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઊપસ્થીત રહેવાના છે.

અન્ય સમાચારો પણ છે...