વાઘોડિયા તાલુકામાં 15મે ના રોજ સાંજના સમયે વિજયકુમાર ગોરઘનભાઈ રાઠોડ(36) રહે. માડોધર વણકર વાસના કુુટુંબીક ભત્રીજા આર્યનને વાઘોડિયા ઈન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે ગામના જ કરણ પ્રમોદસિંહ સોલંકી તથા મયુરસિંહ વિજયસિંહ રાઠોડ સાથે ઝઘડો થતાં કરણ સોલંકીને બે થપ્પડ મારી દીઘી હતી. ત્યાર બાદ સાંજે કરણ સોલંકીના મામા સુરેશભાઇ રતનસિંહ ચાવડા તથા સદસ્યો આવતા અન્ય બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
બીજા દિવસે સાંજના છ વાગ્યાની આસપાસ ટેમ્પો લઈને ઘરે પરત ફરતા માડોર ત્રણ રસ્તા પાસે ટ્રાફિક જામમાં ટેમ્પો ઉભો રાખતાં કરણ સોલંકી તેમના હાથમા પાવડાનો હાથો લઈને આવેલ. તેમજ જાતિ વિષયક શબ્દો બોલી ટેમ્પોમાં રહેલ લાકડાનો ડંડો લઇ વિજય રાઠોડ નીચે ઉતરતાં કરણ અને મયુર અપશબ્દો બોલવા લાગ્યા હતા.
કરણ સોલંકીએ વિજય કુમાર રાઠોડને લાકડાનો હાથો માથાના ભાગે મારવા જમણો હાથ આડો કરતાં હાથમાંનો ડંડો પડી ગયો હતો. જે મયુરસિંહે ઊઠાવી ડાબા પગે ઘૂંટણથી નીચેના ભાગે મારી દેતાં વિજયકુમાર નીચે પડી જતાં બંનેએ આડેધડ ગડદાપાટુનો માર મારતાં બૂમાબૂમ થતાં ત્યાં હાજર આજુબાજુના માણસો આવી જતાં મારમાંથી બચી જતાં ટેમ્પો લઈને ઘરે જતા રહ્યા હતા.
મૂઢ માર વાગવાના કારણે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં પરિવારે સારવાર અર્થે દાખલ કરી કરણ સોલંકી અને મયુર રાઠોડ સામે માર મારવાની અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.