તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાઘોડિયા તાલુકા પંચાયત માટે ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થયું

વાઘોડિયા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોટંબી જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ
 • વાઘોડિયા-2માંથી કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ શાહે ફોર્મ પાછું ખેંચ્યું

વાઘોડિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની છેલ્લી ઉમેદવારોની યાદી સામે આવતા ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જરોદ, ગોરજ અને વાઘોડિયા જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે. જ્યારે કોટંબી જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીતનો જંગ જામવાનો છે.

વાઘોડિયા તાલુકા પંચાયતની અડીરણ, ગોરજ, સિકંદરપુરા, વસવેલ અને વાઘોડિયા-1માંથી અપક્ષ એક એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધુ હતું. તો બીજીબાજુ વાઘોડિયા-2માંથી ચિરાગ ઈન્દ્રવદન શાહ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચતા કોંગ્રેસે આ બેઠક ગુમાવવાનો વખત આવ્યો છે. તો આ બેઠક પર ભાજપના ડોકમાં વિજયમાળા આવે તે પહેલાં અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું હતું. વાઘોડિયા-2 તા.પં.ની બેઠક પર હવે અપક્ષ અને ભાજપ વચ્ચે બે વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો