ધરપકડ:કાકાની જમીન પચાવી પાડવાનો કારસો કરનાર ભત્રીજો ઝડપાયો

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હર્ષ પટેલ - Divya Bhaskar
હર્ષ પટેલ
  • ખેરવાડીમાં ખોટા દસ્તાવેજોથી 10 લાખનો બાનાખત બનાવ્યો હતો

વાઘોડિયાના ખેરવાડી તેમજ તરસવા ગામે આવેલી ખેતીની જમીનમાં ભત્રીજાએ ખોટું કુલમુખ્યતાર નામું લઈ જમીન વેચવા જતા કાકાને તેના મિત્રે જાણ કરતાં ભત્રીજા હર્ષ પટેલ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મૂળ ખેરવાડીના ખેડૂત જમીન માલિક જગદીશ નટવરભાઈ પટેલની જમીન બારોબાર વેચી દેવાનો કારસો ઘડનાર તેમના સગા ભત્રીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસ મથક ફરિયાદ નોંધાવનાર જગદીશ પટેલની સંયુક્ત માલિકની જમીન ખેરવાડી તેમજ તરસવા ગામે આવેલી છે.

જે જમીનમાં ભત્રીજા હર્ષ ચંદ્રકાંતભાઈ પટેલ (હાલ રહે. સુદરમ ફલેટ, વડસર બ્રિજ પાસે, વડોદરા, મૂળ ખેરવાડી)એ ખોટું કુલમુખ્યતાર નામું બનાવી ખોટી સહી-અંગૂઠા કરી દિનેશ હીરાભાઈ પટેલના નામની નોટરી તેમજ સહિ સિક્કા જાતે જ કર્યા હતા. તેણે કાકા જગદીશ પટેલની જાણ બહાર તેઓની જમીન બારોબાર વેચવાના ઇરાદે જમીનનું બાનાખત વેજા રમણભાઈ રાતીયા (ઉપલેટા)ને કરી આપી 10 લાખ મેળવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા. આ અંગે વાઘોડિયા પોલીસે હર્ષ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...