બેદરકારીથી ખેતપેદાશોને નુકસાન:વ્યારામાં નર્મદા સિંચાઈની બેદરકારીથી ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ

વાઘોડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારા ગામે કેનાલ છલકાતા 50થી 60 વિંધા ખેતીની જમીનમાં ઘુટણ સમા પાણી ભરાયા હતા - Divya Bhaskar
વ્યારા ગામે કેનાલ છલકાતા 50થી 60 વિંધા ખેતીની જમીનમાં ઘુટણ સમા પાણી ભરાયા હતા
  • ચણા, દિવેલા, તુવેર, સૂંઢિયંુ, વાલ જેવી ખેતપેદાશોને નુકસાન
  • ખેડૂતોને રૂા. 20થી25 લાખનું નુકસાન વેઠવાનો વારો

વાઘોડિયાના વ્યારા ગામે બેદરકારીના કારણે ખેતરોમા કેનાલના પાણી ફરી વળતા ખેડુતોનું વાવેતર નિષ્ફળ જતા બરબાદ થઈ ગયા છે. નર્મદા સિંચાઈ વિભાગની કેનાલ ઓવરફ્લો થતા ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.મોટી માણેકપુર- વ્યારા માઈનોર કેનાલ પર વ્યારા પાસે સિંચાઈની કેનાલ દ્વારા પાણી છોડાય છે.પરંતુ ગેટની મરામતના અભાવે પાણી વઘુ પડતુ કેનાલમા ઠલવાતા ખેતરોમા જતી સિંચાઈ કેનલો ઊભરાઈ જાય છે.

ત્યારે તંત્ર તરફથી કાળજી નહિ લેવાતા રાતોરાત 50 થી 60 વિઘાના વાવેતરમા કેનાલના પાણી ફરી વળ્યાં છે. જેના કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જયા જયા નજર પહોંચે ત્યાં સુઘી ખેતરો પાણીથી છલકાએલા જોવા મળે છે.ખેતરોમા ભરાએલા પાણીનો નિકાલ નહિ થતા ચણા, દિવેલા, તુવેર, સુઢીયુ અને વાલ જેવી ખેતપેદાશોને ભયંકર નુકશાન પહોંચ્યુ છે. ઊપરાંત પાણી નહિ સુકાતા શિયાળુ પાકની ફરી વાવણી કરી શકાય તેમ નથી.

વ્યારા ગામે નર્મદા સિંચાઈ વિભાગના નઘરોળ પ્રશાસનના પાપે 50 થી 60 વિઘા જમીનમા ઘટુણ સમા પાણી ભરાયા છે.ખેડુતો માથે હાથ દઈ રડી રહ્યા છે.ખેત જમીનમા કેનાલના પાણી ફરી વડતા ખેતરો તળાવોમા વિઘે 20થી 25 હજારનુ ખેડુતોને નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. અંદાજે 20થી25 લાખનુ નુકશાન વેઠવાનો ખેડુતોને વખત આવ્યો છે.

કેનાલનો કોઈ નિકાલ કરો
સાહેબ મહેનત મજુરી કરી ચણા, તુવેર અને શુઢીયુ ખેતરમા ઓરિયુ છે. આ કેનાલના પાણી ફરી વળતા વિઘે ૩૫ હજારનુ નુકશાનનુ અંદાજ છે. હુ ગરીબ બાઈ છુ. મારા ખેતરો તલાવડા જેવા થઈ ગયા છે. મારે ઝેર પીવાનો વખત આવ્યો છે. બે હાથ જોડીને સરકારને કહુ છુ અમને વડતર અપાવો, અમે મરી જઈશુ.આ કેનાલ નો કોઈ નિકાલ કરો. હુ ખુબ ગરીબ છુ. - ચંપાબેન જેઠાભાઈ નાયક, ખેડુત, વ્યારા

અન્ય સમાચારો પણ છે...