તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પૂરપાટ ઝડપે જતો બાઈકનો ચાલક ડિવાડર કૂદાવી સામે આવતા વાહનમાં ભટકાયો

વાઘોડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા - વડોદરા રોડ પર અનંતઆસ્થા પાસે એકસિડન્ટ થતા બાઈક ચાલક મોતને ભેટ્યો હતો. - Divya Bhaskar
વાઘોડિયા - વડોદરા રોડ પર અનંતઆસ્થા પાસે એકસિડન્ટ થતા બાઈક ચાલક મોતને ભેટ્યો હતો.
  • વાઘોડિયા-વડોદરા રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
  • એક્ટિવા ચાલક અને તેના મિત્રને ઈજાઓ પહોંચી

વાઘોડિયા-વડોદરા રોડ પર આવેલી આમોદરની અનંત આસ્થા નજીક પુરપાટ ઝડપે બાઈક હંકારતા યુવાને કાબુ ગુમાવતા ઝડપની મજા મોતની સજામાં ફેરવાઈ હતી. બાઈક ચાલક ડિવાઈડર કુદી સામે બે વાહનોને અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો.

પ્રતાપભાઈ મડીયાભાઈ રાઠવા (ઉ.વ. 30) રહે. રૂટીયા, તા.પાવી જેતપુર, જિ.છોટાઉદેપુરનાઓ ક્વાંટથી પોતાની મોટર સાયકલપર અન્ય મિત્રને બેસાડી વડોદરા, પાણીગેટ મજુરી કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે આમોદર નજીક અનંત આસ્થા બંગ્લોઝ પાસે પુરપાટ બાઈક હંકારતા સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બાઈક રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ બીજી સાઈટના રોડ પર ઊછળી પસાર થતા સામેથી આવતા બે વાહન સાથે અકસ્માત સર્જી એક્ટિવા ચાલક જયપાલ ડાભી અને તેના મિત્રને ઈજાઓ પહોંચાડી હતી.

અકસ્માતથી એક્ટીવાને મોટુ નુકશાન પહોંચ્યુ હતુ. સદનસીબે જયપાલ અને તેના મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી બાઈક રોડ પર ફંગોળાતા અન્ય એક મોટર સાઈકલને અડફેટે લઈ રોડ પર પટકી દેતા સામાન્ય ઈજા સાથે બાઈકને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ. અકસ્માત એટલો ભયંકર હતો કે બંન્ને રોડવચ્ચે આવેલા ડિવાઈડર ઊછળી બાઈક વડોદરા- વાઘોડિયા રોડ પર આવી ચઢતા બાઈકચાલક પ્રતાપ રાઠવા બાઈક સાથે રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યો હતો. અને તે રોડ પર તરફડીયા મારતો હતો.

અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચી 108ને ફોન કરી જાણ કરી હતી. પરંતુ જીવલેણ ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ પ્રતાપ રાઠવાનુ મોત નિપજ્યું હતુ. અકસ્માતની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મરણ જનારના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડી જરુરી કાર્યવાહી હાથ ઘરી હતી.

અન્ય સમાચારો પણ છે...