તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પુત્રીને ઘરે જતા દંપતીનું વાહનની અડફેટે મોત

વાઘોડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઘોડિયા ગોવિંદપુરા નર્મદા કેનાલ પાસે અકસ્માત

વાઘોડિયાના જરોદ પાસે ગોવિંદપુરા નર્મદા માઈનોર કેનાલ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર દંપતીનું મોત થયું હતું. વાઘોડિયા આજવા ગાર્ડન પાસે દરજીપુરા ગામે રહેતા 45 વર્ષિય કાંતિભાઈ ચંદુભાઈ તથા તેમનાં 43 વર્ષિય પત્ની રમીલાબેન સાવલીના મનીનગર ગામે રહેતી દીકરી અરુણાબેન નાયકના ઘરે ખબર પૂછવા સોમવારે સાંજે બાઈક લઈ નીકળ્યાં હતાં.

દરમિયાન ગોવિંદપુરા (જરોદ) નર્મદા માઇનોર કેનાલ પાસે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં દંપતી રોડ પર પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટના અંગે 108ને તેમજ તેમના પુત્રને જાણકારી આપી હતી. ઘટનાને પગલે તેમનો પુત્ર દોડી આવ્યો હતો. ઘાયલ દંપતીને 108 મારફતે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડતા સારવાર મળે તે પહેલા જ હાજર તબીબે તેવોને મૃત જાહેર કર્યા હતા. તેમના પુત્રે અકસ્માત અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...