તપાસ:વાઘોડિયાના તરસવા વસાહત-1ના નાળામાં આધેડની લાશ મળી આવી

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈકે હત્યા કરી લાશને ફેંકી દીધાની મૃતકના પુત્રોને શંકા
  • પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ કે હત્યા અંગે તપાસ શરૂ થશે

વાઘોડિયા તાલુકાના તરસવા-1 નર્મદા વસાહતમા રહેતા અને બે પત્ની અને આઠ સંતાન ધરાવતા ભાઈટાભાઈ ટેમાભાઈ રાઠવા(59) તારીખ 19 ઓક્ટોમ્બરે ચાર વાગે ખેતર જાઊં છું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ઘરે પરત નહીં ફરતા પરિવારે અનેક ઠેકાણે શોઘખોળ કરી હતી, પરંતુ આઘેડ મળી આવ્યા ન હતા. જે બાદ આજે આઘેડના પુત્ર ખજના ભાયટાને સવારે તરસવાગામની વસાહત પાસે સિમમા જવાના નાડા પાસે પિતાની લાશ નાડામા વરસાદિ પાણીમા દેખાઈ આવતા વસાહતના આગેવાન હરસીંગ ભાઈને જાણ કરતા તેવોએ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ અતિ દુર્ગંધ મારતી લાશને બહાર કાઢી પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યા મૃતકના પુત્રોએ પોતાના પિતાની કોઈકે હત્યા કરી લાશને સાંકડા નાળામાં ફેંકી દીધાની શંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આકસ્મિક મૃત્યુ કે હત્યા અંગે તપાસ શરૂ કરશે. મૃતક કોઈક વાર દારૂનું વ્યસન કરતો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેથી નશાની હાલતમાં નાળામાં પડી જતાં મોત થયુ હોય તેવી શંકાઓ પણ ઊઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...